આયોજન:ફૂલ અને પ્લાસ્ટિકની બોટલમાંથી બનાવાયેલા કાપડ પ્રદર્શિત કરાશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 23थीથી 25 જૂલાઈ સુધી સરસાણામાં ચેમ્બરનો વિવનીટ એક્સપો યોજાશે
  • દુબઇનું ટેક્સટાઇલ ટ્રેડર્સ એસો.-મર્ચન્ટ્સ ગ્રુપ પણ સુરત આવશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 23થી 25 જુલાઇ સુધી સરસાણા કન્વેન્શન સેન્ટરમાં ‘વિવનીટ એક્ઝિબિશન– ર૦રર’નું આયોજન કરાયું છે. જેનું ઉદ્ધાટન કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ કરશે.

આ પ્રદર્શનમાં કમળના રેસા અને પ્લાસ્ટિકની બોટલમાંથી બનેલા કાપડ પ્રદર્શનમાં મુકાશે. ચેમ્બરના પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી અને ઈલેક્ટેડ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલાએ કહ્યું હતં, એક્ઝિબિશનમાં 150 એક્ઝિબીટર્સ ભાગ લેશે. જેમાં યુએઈના ટેક્સટાઈલ ટ્રેડર્સ એસો.અને ટેક્સટાઈલ મર્ચન્ટ ગ્રુપના સભ્યો હાજર રહેશે. એક્સપોમાં પ્લેન, ટ્વીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્‌સ તથા રેપીયર જેકાર્ડથી બનેલી વસ્તુઓ ડિસ્પ્લે કરવામાં આવશે.

સસ્ટેનેબલ બાયો-ડિગ્રેડેબલ ફેબ્રિકસ રજૂ થશે
વિવનીટ એક્ઝિબિશનના ચેરમેન દીપપ્રકાશ અગ્રવાલે કહ્યું હતું કે, ગુજરાત જ નહીં પણ ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પુણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનૌ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ગ્રાહકો આવશે. આ એક્ઝિબિશનની થીમ સસ્ટેનેબલ બાયો ડીગ્રેડેબલ ફેબ્રિકસ છે. વિવનીટ પ્રદર્શનમાં લેપેટ ફેબ્રિક પણ ડિસપ્લે કરાશે.’

અન્ય સમાચારો પણ છે...