તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતમાં સૌથી સસ્તી હવાઈ મુસાફરી કરાવતી સ્પાઈસ જેટ દ્વારા સુરતથી નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં પટના અને ચેન્નઈની ફ્લાઈટ પણ ટૂંક સમયમાં શરૂ થાય તેવો આશાવાદ છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા સપાઈસ જેટ પાસે માંગણી કરવામાં આવી હતી. તેનો સ્વીકાર કરાયો છે. જેથી પટના અને ચેન્નઈ માટેની ફલાઇટનો લાભ ટૂંક સમયમાં સુરતીઓને મળશે.
હાલ અઠવાડીયાની 4 ફ્લાઈટ છે
હાલ સુરત પટના એક તરફની ફલાઇટ અઠવાડિયા ના 4 દિવસ સ્પાઇઝ જેટ દ્વારા ચલાવવામા આવી રહી છે જેને કલકત્તા સાથે જોડેલી છે . આ ફલાઇટ મા લગભગ 80 % પેસેન્જર પટનાના મળી રહ્યા હતા. બાકી કોલકતાના આ આંકડાકીય માહિતી જોતા સુરત પટના બન્ને તરફથી ફલાઇટ મળે તેવી માંગણી ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. તે તેમણે મંજૂર કરાઈ છે, અને ફલાઇટ 22 ફેબ્રુઆરીથી શરૂ થશે,ચેન્નઈની ફલાઇટ કોરોના પહેલાં બંધ થઈ હતી. તેને પુનઃ શરૂ કરવામાં આવે તેવી ગ્રુપના સભ્ય તેમજ સુરતીઓની લાંબા સમયની માંગણી હતી તેનો પણ સ્વીકાર કર્યો છે અને બંને ફલાઇટ ટુંક સમયમા શરૂ થશે.
ટૂંક સમયમાં ડેઈલી થઈ શકે છે
હાલ આ ફલાઇટને 2 દિવસ ફાળવાયા છે, પરંતુ ટૂંક જ સમયમા તેને ડેઈલી કરી દેવામાં આવશે. અત્યારે મળેલી માહિતી મુજબ ચેન્નઈની ફલાઇટ પણ 20 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. જે અઠવાડિયાના 4 દિવસ સુરત ચેન્નઈની ફલાઇટ છે. શહેરમાં કોરોના સંક્રમણ ઘટતા હાલ લોકો ફ્લાઈટનો લાભ લઈ રહ્યા છે. બીજી તરફ રેલવે પ્રોપર શરૂ ન થઈ હોવાથી પણ લોકો વિમાન માર્ગે પ્રવાસ વધુ કરી રહ્યાં છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.