ફ્લેટ બારોબાર વેચી દેવાયો:સુરતમાં ફ્લેટ બેંકમાં મોર્ગેજ હોવા છતા બારોબાર વેચી દેવાયો, ફ્લેટ ખરીદ્યાના 9 વર્ષે નોટિસ મળી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અડાજણ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
અડાજણ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર)
  • ફ્લેટ માલિક બારડોલી પોલીસના ગુનામાં જામીન મુક્ત બાદ ફરાર

સુરતના અડાજણ વિસ્તારમાં ગંગેશ્વર મહાદેવ મંદિરની સામે ગ્રીન રેસીડન્સીનો ફ્લેટ એચડીએફસી ફાઇનાન્સીયલ બેંકમાં મોર્ગેજ હતો. છતા બારોબાર વેચી દેનાર ફ્લેટ માલિક વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાય છે.જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

29 લાખમાં ફ્લેટ ખરીદ્યો હતો
અડાજણના ગંગેશ્વર મહાદેવ મંદિરની સામે ગ્રીન રેસીડન્સીના ફ્લેટ નં. એ/101 માં રહેતા સી.એ ધર્મેશ ધીરજ તમાકુવાલાની પત્ની દીપાબેન (ઉ.વ. 50) એ માર્ચ 2012 માં રહેણાંક ફ્લેટ નિતીન ગોપાલ રાણઆ (રહે. એ/47, ભુલાભાઇ દેસાઇ પાર્ક, મિનાક્ષી વાડી, કતારગામ) પાસેથી રૂ. 29 લાખમાં માતા કલાવતીબેન સુખારામવાળાના નામે વેચાણ દસ્તાવેજથી ખરીદ્યો હતો.

નોટિસ મળતા જાણ થઈ
ઓક્ટોબર 2021 માં ઉધના દરવાજા સ્થિત એચડીએફસી ફાઇનાન્સિયલ સર્વિસ બેંક દ્વારા નિતીન રાણા અને તેના પરિવારના નામે ફ્લેટ ઉપરાંત અન્ય મિલકત મોર્ગેજ કરવામાં આવી હોવાની નોટીસ ફટાકારવામાં આવી હતી. જેને પગલે ચોંકી ગયેલા દીપાબેન તમાકુવાલાએ પોતાની વકીલ હસ્તક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, નિતીન ગોપાલ રાણા વિરૂધ્ધ બારડોલી પોલીસ સ્ટેશનમાં ફ્રોર્ડનો ગુનો નોંધાયો છે. તબીબી સારવારના નામે જામીન મુક્ત થયા બાદ હાલ ફરાર છે.