સુરત ક્રાઈમ ન્યૂઝ:સુરતમાં પાંચ યુવકો મોજશોખ માટે ચોરી કરેલી 10 બાઈક સાથે ઝડપાયા

સુરત23 દિવસ પહેલા
 • કૉપી લિંક
મોજ શોખ માટે સરથાણા વિસ્તારમાં બાઈકની ચોરી કરતા હતા. - Divya Bhaskar
મોજ શોખ માટે સરથાણા વિસ્તારમાં બાઈકની ચોરી કરતા હતા.
 • પોલીસે બાતમી આધારે બાઈક ચોરને ઝડપી પાડ્યા

સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઈક ચોરી સહિતના અનેક ગુનાઓ ડીટેક્ટ કર્યા છે. ગુનામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ સાથે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી આધારે પાંચ યુવકોને ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી મોજ શોખ માટે ચોરી કરેલી 10 બાઈખ કબજે કરી છે.

ચોરી કરેલી બાઈક

 • હિરો હોન્ડા સ્પેલન્ડર- 05
 • હોન્ડા કંપનીની સાઇન- 02
 • હોન્ડા કંપનીની યુનિકોન- 01
 • હિરો હોન્ડા સી.ડી. ડિલક્ષ- 01
 • હોન્ડા કંપનીની એક્ટીવા- 01

ઝડપાયેલા આરોપીઓ

 • જેનિશ જયંતિભાઇ રૂપાપરા
 • અમીષ વિપુલભાઇ અમૃતીયા
 • આકાશભાઇ ઉર્ફે સ્કાઇ વશરામભાઇ દેસાઈ
 • ગોવિંદભાઇ રમેશભાઇ રબારી
 • ધ્રુવિક ઉર્ફે ડી.કે. હિતેશભાઇ ભંડેરી
અન્ય સમાચારો પણ છે...