કોર્ટનો નિર્ણય:પરીક્ષામાં વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર શિક્ષકને પાંચ વર્ષની સજા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીતેન્દ્ર લિંબાચિયાએ 13 વર્ષની વિદ્યાર્થિની છેડતી કરી હતી

ઉમરવાડા વિસ્તારમાં આવેલી એક શાળામાં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી 13 વર્ષની વિદ્યાર્થિની સાથે ચાલુ પરીક્ષામાં અડપલાં કરનારા મૂળ મહેસાણાના વતની એવા 49 વર્ષીય નરાધમ શિક્ષકને કોર્ટે પાંચ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી કિશોર રેવલીયાએ દલીલો કરી હતી.

કિશોરીની માતાએ તા. દસમી જુન, 2019ના રોજ નોંધાવેલી ફરિયાદ મુજબ પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી દીકરી શાળા શરૂ થયા બાદ સ્કૂલે જવાની ના પાડતી હતી. નવા વર્ષના અભ્યાસક્રમના પુસ્તકો આપવાની જાહેરાત સ્કૂલ દ્વારા કરવામાં આવી હોવાના દિવસે પણ પીડિતાએ શાળાએ જવાની ના પાડતા માતાએ સખ્તાઇથી પુછયુ હતુ તો દીકરીએ રડતાં-રડતાં સમગ્ર હકિકત રજૂ કરી હતી કે પરીક્ષાના દિવસોમાં શાળાનો શિક્ષક જીતેન્દ્ર ઉર્ફે જીતુ લિંબાચિયા વર્ગખંડમાં આવીને બેસી ગયો હતો અને ચાલુ પરીક્ષામાં અડપલાં શરૂ કરી દીધા હતા.

પીઠ પર હાથ ફેરવવાનું ચાલુ રાખ્યુ હતુ. બીજા દિવસની પરિક્ષામાં પણ આ નરાધમ શિક્ષક જીતુ લિંબાચિયાએ કિશોરી સાથે અડપલાં કર્યા હતા. આમ સમગ્ર હકીકત સામે આવતા આરોપી શિક્ષક સામે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આરોપીએ કિશોરીના પરિવારની માફી માંગી હતી
સમગ્ર હકિકત સામે આવતા પરિજનો સ્કૂલના પ્રિન્સિપાલને મળવા ગયા હતા, જ્યાંં આરોપી નરાધમ જીતેન્દ્રને બોલાવાયો હતો અને તેણે પરિવારજનો સામે માફી માગી હતી પરંતુ દીકરીની પીડા જોઇને પરિજનોએ તેને માફ કરવાથી ઇન્કાર કરી સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ ઘટનાની જાણ બીજા વાલીઓને થતા તેઓ પણ સ્કૂલ પાસે ભેગા થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...