ચોરીની શંકામાં હત્યા:સુરતના લિંબાયતમાં ચોર સમજીને માર મારતા યુવાનના મોત મામલે પાંચની ધરપકડ

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
માર મારી મોતને ઘાટ ઉતારનાર પાંચની ધરપકડ. - Divya Bhaskar
માર મારી મોતને ઘાટ ઉતારનાર પાંચની ધરપકડ.
  • હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું

સુરતમાં લિંબાયત મહાપ્રભુ નગરમાં મમતા સિનેમા પાસે એક યુવકને ચોર સમજીને ટોળાએ માર મારતા સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને પગલે લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસે પાંચની ધરપકડ કરી છે.

યુવક ઘરે ન પહોંચતા પરિવારે શોધખોળ કરી પણ પત્તો ન લાગ્યો
લિંબાયત પ્રતાપ નગરમાં રહેતા 30 વર્ષીય યુસુફ મોહંમદ અંસારી 6 મેના રોજ રાત્રે ઘરેથી નીકળ્યો હતો. સવારે યુસુફ સસરાની તબિયત સારી ન હોવાથી વતન જવાનો હતો. મોડેસુધી યુસુફ ઘરે ન આવતા પરિવારે શોધખોળ કરી હતી. છતાં યુસુફનો કોઈ પત્તો ન લાગ્યો નથી. વધુમાં યુસુફ મોબાઈલ પણ રાખતો ન હતો જેથી તેને કોન્ટેક્ટ પણ કરી શકાતો ન હતો.બીજી તરફ યુસુફના સસરાનું પણ વહેલી સવારે અવસાન થયું હતું.

ગંભીર ઈજાઓ થતા મોત
સવારે યુસુફના ભાઈ પર સ્મીમેર હોસ્પિટલમાંથી કોલ આવ્યો હતો. ત્યારબાદ પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં યુસુફની ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. યુસુફને ટોળાએ વહેલી સવારે ચોર સમજીને માર માર્યો હતો. જેના કારણે તેને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જોકે, ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં પાંચની ધરપકડ કરવામાં આવી છે.

પકડાયેલ આરોપીઓના નામ

  • મોહંમદ ઇમરાનઅલી મોહમદ મુર્તુજાઅલી મન્સુરી
  • સંજીતકુમાર ઉર્ફે રીન્કુ લલ્લીરામ ગૌસ્વ
  • રણજીતકુમાર લલ્લીરામ ગૌસ્વ
  • જયજીત શીવમંગલપ્રસાદ ધરીકાર
  • અજયપ્રતાપ સુદામા સીંગ
અન્ય સમાચારો પણ છે...