દુર્ઘટના:સુરતના મોરાભાગળમાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી થતાં પાંચ બાઈક દબાયા, કોઈ જાનહાનિ નહીં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જૂના મકાનના પતરા સહિતનો સામાન તૂટીને બાઈક પર તૂટી પડ્યાં હતાં. - Divya Bhaskar
જૂના મકાનના પતરા સહિતનો સામાન તૂટીને બાઈક પર તૂટી પડ્યાં હતાં.
  • ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી

સુરતના મોરાભાગળ નજીક એક જૂનું અને જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી થઇ જતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ આજે સવારે બનેલી આ ઘટના બાદ મકાનના કાટમાળ નીચે પાંચ વાહનો દબાઈ ગયા હતા. જોકે ફાયરના જવાનોએ ઘટનાની જાણ બાદ તાત્કાલિક દોડી આવી રાહત કામગીરી હાથ ધરી હતી.

ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી છે.

લાકડાનું મકાન પડ્યું
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, મોરાભાગળ ફાયર સ્ટેશનની બાજુમાં જ આવેલુ લાકડાનું જૂનું અને જર્જરિત થઇ ગયેલ એક મકાનની દિવાલ, ગેલેરી અને પતરાં સહિતનો ભાગ આજે સવારે ધરાશાયી થઇ ગયો હતો. મકાનનો કાટમાળ પડતા જ સ્થળ ઉપર હાજર લોકો તેમજ સ્થનિકોમાં અફડાતફડી મચી ગઈ હતી.મકાનના કાટમાળ નીચે પાર્ક કરેલ સ્પ્લેન્ડર, રાજદૂત, સ્ટનર સહીત પાંચ બાઈકો દબાઈ ગઈ હતી.

કાટમાળ નીચે બાઈકો પણ દબાઈ ગઈ હતી.
કાટમાળ નીચે બાઈકો પણ દબાઈ ગઈ હતી.

ફાયરબ્રિગેડે કામગીરી હાથ ધરી
ઘટનાની જાણ બાદ મોરાભાગળ ફાયર સ્ટેશનના ફાયર કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને કાટમાળ નીચે દબાયેલા વાહનો બહાર કાઢ્યા હતા તેમજ કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા પાલિકના જે તે ઝોનના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને જર્જરિત થઇ ગયેલ ભાગને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.મકાન જૂનો અને જર્જરિત થઇ ગયો હોવાથી ત્યાં કોઈ રહેતું નહીં હતું જેથી ઘટનામાં કોઈ જાનહાની નહીં થવા પામી હતી.