તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો:ફિટનેસ સર્ટિ. ચેક કરવાના બહાને AAPના કોર્પોરેટરે 8 સિટી બસો રોકતા પોલીસ ફરિયાદ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાપોદ્રા-ઉત્રાણ બ્રિજ પાસે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે ચકમક થતા પોલીસ દોડી આવી હતી. - Divya Bhaskar
કાપોદ્રા-ઉત્રાણ બ્રિજ પાસે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે ચકમક થતા પોલીસ દોડી આવી હતી.
  • કાપોદ્રામાં આપના કોર્પોરેટરની તાનાશાહીથી 200 મુસાફરો રસ્તે રઝળી પડ્યા
  • બસોની ફિટનેસ 2020માં જ પુરી થઈ ગઈ હતી, કંડક્ટરને ટિકિટ પાછી આપી રૂપિયા પાછા લેવાનું કહ્યું

કાપોદ્રા ઉત્રાણ બ્રિજ પાસે આપના કોર્પોરેટરે ફિટનેશ વેલિડિટી પુરી થઇ હોય તેવી 8 સિટી બસને અટકાવતા 200 મુસાફરો અટવાયા હતા. ભાજપના કાર્યકરો આવી પહોંચતા હોબાળો થયો હતો. પોલીસે આપના કોર્પોરેટરની અટક કરી હતી.

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયા બુધવારે બપોરે 3 વાગ્યે કાપોદ્રા વીઆઇપી સર્કલ પાસે કાર્યકરો સાથે પહોંચી પસાર થતી સિટી બસને અટકાવી એપ્લિકેશન એમ-પરિવહન પર ચેક કરતા આ બસની ફિટનેશ 2020માં પુરી થયાનું જણાતા તેમણે આ બસો અટકાવી હતી.

તમામની માહિતી એપ પર ચેક કરી ફિટનેશ રિન્યુ કર્યા વગર દોડતી વાર 8 બસ રસ્તાની બાજુએ પાર્ક કરાવી ઉતારી દેતા 200 મુસાફરો અટવાયા હતા. આ ઉપરાંત મુસાફરોને ટિકિટ પાછી આપીને કંડક્ટર પાસે પૈસા પાછા લઇ લેવા જણાવ્યું હતું. ઘટનાની જાણ થતા ભાજપના કાર્યકરો દોડી આવતા હોબાળો મચ્યો હતો. પોલીસે કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયાની અટક કરી સરકારી સેવા ગેરકાયદે રીતે અટકાવવાનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...