તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વની અંદર ખૂબ જ ભયજનક વાતાવરણ ઊભું થયું હતું જે હવે ધીરે ધીરે હળવું થઈ રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકો કોરોનાગ્રસ્ત ન થાય તેના માટેના સાવચેતીના તમામ પગલાં લેવામાં સફળ રહ્યું છે. આજથી સુરતમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની કોલેજ શરૂઆત થઈ છે. સુરતની જાણીતી ફેશન ડિઝાઇનિંગ કોલેજના વિદ્યાર્થીઓએ આજે કોલેજમાં પ્રવેશ કર્યો હતો. એક વર્ષ કરતા લાંબા અંતરાલ બાદ વિદ્યાર્થીઓએ ખૂબ જ (ચિયરફૂલ) ઉત્સાહભેર વાતાવરણમાં કોલેજના પહેલા દિવસે પ્રવેશ કર્યો હતો. ચોતરફ ભયના માહોલથી જાણે મુક્ત હોય તે રીતે પહેલી વખત વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ઉત્સાહ અને આનંદ છવાયેલો જોવા મળ્યો હતો. જ્યારે કોલેજ શરૂ થતાની સાથે આવેલા વેલેન્ટાઈડ વીકને પણ ઉત્સાહ સાથે ઉજવવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.
સરકારની કોરોના ગાઈડલાઈનના પાલન સાથે કોલેજ શરૂ
જૈની સાંડિસ (કોલેજ ફેકલ્ટી, સુરત ટેકનિકલ એજ્યુકેશ અને રિસર્ચ સોસાયટી) જણાવ્યું કે, ઘણા લાંબા સમયથી કોરોના સંક્રમણને કારણે સરકારે જે સૂચનો કર્યા છે કે વધુ સંખ્યામાં લોકો એકત્રિત ન થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ, માસ્ક પહેરીને જ બહાર નીકળે આ પ્રકારની ગાઈડલાઈન હતી. આજે જ્યારે કોલેજો શરૂ કરવામાં આવી છે ત્યારે પણ સરકારે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા આપી છે તેને અનુસરીને જ અમે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ આપ્યો છે. વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સતર્ક છે અને ફિયર ફૂલ વાતાવરણને ભૂલીને હવે ચીઅરફૂલ વાતાવરણ તરફ કોલેજના વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરવા માટે ઉત્સાહિત છે.
માનસિક તાણમાંથી મુક્તિ મળી
ફેશન ડિઝાઈનરનો અભ્યાસ કરતી વેલ્સી માજીવાલા એ જણાવ્યું કે, ઘણા સમયથી ઘરે રહીને એક પ્રકારનો માનસિક તાણ અનુભવતા હતા. શરૂઆતના દિવસોમાં તો હળવાશ લાગે પરંતુ જેમ જેમ સમય વધુ પસાર થતો ગયો તેમ તેમ ઘરે રહીને માનસિક તાણનો અનુભવ વધુ થવા લાગ્યો હતો. કોલેજ જવાને કારણે મિત્રોને પણ મળવાનું શક્ય બનતું ન હતું અને સાથે સાથે અભ્યાસ પણ થતો ન હતો. આજે કોલેજના પ્રથમ દિવસે ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે અમે નવી શરૂઆત કરી છે અને ખૂબ જ ઉત્સાહભેર વાતાવરણમાં અમે બધા મિત્રો એકબીજાને મળ્યા છીએ.
કોલેજ શરૂ થવાથી મોટી રાહત
વિદ્યાર્થિની આયુષી પટેલે જણાવ્યું કે, લાંબા સમય બાદ કોલેજ આવવાનો ઉત્સાહ અલગ છે. ઘણા સમયથી રાહ જોતા હતા કે સરકાર ક્યારે કોલેજ શરૂ કરવાની મંજૂરી આપે. આખરે સરકારે ખૂબ જ સારો નિર્ણય લીધો છે અને કોલેજો શરૂ કરવા માટેની મંજૂરી આપી છે. અમે તમામ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણ ન થાય તેને ધ્યાનમાં રાખીને એક સાથે કોલેજમાં પ્રવેશ મેળવી રહ્યા છીએ અને સરકારે જે ગાઈડલાઈન આપી છે તેનું પાલન કરી રહ્યા છીએ.
વેલેન્ટાઈન ડે ઉજવવા માટે ખૂબ જ ઉત્સાહી
વિદ્યાર્થિની જાનવી રાજપરાએ જણાવ્યું કે, કોલેજ શરૂ થતાની સાથે જ સૌપ્રથમ યુવાઓને ખૂબ જ પ્રિય વેલેન્ટાઈન ડે આવી રહ્યો છે. ભયમુક્ત માહોલ બાદ પહેલી વખત સેલિબ્રેશન કરવાની તક મળશે. જેથી અમે વેલેન્ટાઇન ડેને ખૂબ જ ઉત્સાહથી તમામ મિત્રો સાથે ઉજવણી કરવાની તૈયારી પણ કરીશું.
આશા રાખીયે કોરોના જેવો સમય ન આવે
કોરોના જેવી મહામારીના કારણે આ પ્રકારે એકાએક જ કોલેજ બંધ થઈ જશે એવી ક્યારે કલ્પના નહોતી અને આટલા લાંબા સમય માટે શાળા-કોલેજો બંધ રહે એવી ક્યારેય ધારણા નહોતી. આખરે ફીયર જે લોકોના મનમાં હતું તે હવે ધીરે ધીરે દૂર થઈ રહ્યું છે અને ચિયર ફુલ વાતાવરણની અંદર બધા વિદ્યાર્થીઓએ કોલેજમાં પ્રવેશ કરીને આજથી પોતાનો શૈક્ષણિક કાર્ય શરૂ કરી દીધું છે.
કોલેજોમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ નજરે પડ્યા
કોલેજોના આચાર્યો કહે છે કે, મોટાભાગની કોલેજોમાં ઇન્ટરનલ પરીક્ષા ચાલી રહી છે તો ઘણી કોલેજોમાં આજ (સોમવાર)થી ઇન્ટરનલ પરીક્ષાનો પ્રારંભ થયો છે. તેની સાથે ઘણી કોલેજોને પાલિકાની ચૂંટણીની કામગીરીમાં રોકાય છે. કેટલીક કોલેજનો અભ્યાસક્રમ પૂર્ણ થયો છે અને પ્રાયોગિક અભ્યાસ બાકી છે. જેથી માત્ર પ્રાયોગિક અભ્યાસ માટે જ વિદ્યાર્થીઓને બોલવવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.