• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Firing In Dindoli, Showing A Pistol To A Young Man In Limbayat And Demanding Ransom, Bhushan And His Gang Terrorized In Broad Daylight.

ક્રાઈમ:ડિંડોલીમાં ફાયરિંગ કર્યું, લિંબાયતમાં યુવકને પિસ્તોલ બતાવી ખંડણી માંગી, ભુષણ અને તેની ટોળકીનો ધોળા દિવસે ભારે આતંક

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડિંડોલી-લિંબાયતમાં બદમાશોનો આતંક વધતો જાય છે. ભુષણ નામના ટપોરીની ટોળકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ડિંડોલીં ચિંતાચોકમાં બપોરે ફાયરિંગ કર્યા બાદ ભુષણની ટોળકીએ લિંબાયતમાં યુવકને પિસ્તોલ બતાવીને ખંડણી માંગી હતી. આધારભુત સૂત્રોના જણાવ્યા અનુસાર ડિંડોલી-લિંબાયત માં ભુષણ અને તેની ગેંગના દિપક,ગોપાલ અને ઉજ્વલનો ભારે આતંક છે. ભુષણની બંટી દયાવાન સાથે દુશ્મની છે. મંગળવારે બપોરે ત્રણેક ક્લાકે ભુષણની ટોળકીએ નવાગામની ચિંતા ચોક પાસે બંટીના સાગરિત રાજેશ પર ફાયરિંગ કર્યું હતું. રાજેશને ગોળી ન વાગતા તેને ચપ્પુ મારી દીધું હતું. ભુષણ ટોળકી સાથે લિંબાયતના રંગીલા નગર વિસ્તારમાં ગયો હતો.ચીકો માળી નામના યુવકને ધમકી આપીને ખંડણી માંગી હતી. ચીકોએ રૂપિયા ન આપતા તેને પિસ્તોલ બતાવી હતી.તે સમયે લોકો ભેગા થઈ જતા ભુષણ અને તેની ટોળકી નાસી ગઈ હતી. ચીકોએ પોલીસને કોઈ માહિતી આપી ન હતી પરંતુ લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી લિંબાયત પોલીસ રંગીલા નગર પહોંચી હતી. મોડી રાત્રે ડિંડોલી પોલીસે હત્યાની કોશિશનો અને લિંબાયત પોલીસે ખંડણી માંગ‌વાનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આરોપી ભુષણ આ પહેલા હત્યાની કોશિષ જેવા ગુનામાં ઝડપાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...