કાર્યવાહી:પોલીસની હાજરીમાં 2 ચોરોને માર મારનારા ફાયર જવાનની ધરપકડ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાંદેરમાં લોખંડની પ્લેટ ચોરીમાં બે ચોરને પોલીસે પકડ્યા
  • રાંદેર પોલીસે​​​​​​​ ફાયરમેન તુષાર સેલરની ધરપકડ કરી

રાંદેરમાં ચોરો પકડ્યા બાદ પોલીસ સાથે ગેરવર્તન કરનારા એક ફાયરમેનની રાંદેર પોલીસે જાતે ફરિયાદી બની ધરપકડ કરી હતી.શહેરના રાંદેર વિસ્તારમાં વૈષ્ણોદેવી ચાર રસ્તા કેનાલ રોડ પર બાંધકામની સાઇડ પરથી બે ચોરોએ કોઇ કારણોસર લોખંડની પ્લેટોની ચોરી કરી હતી. આ અંગેની બાતમી પોલીસને મળી હતી. આથી રાંદેર પોલીસના ડી સ્ટાફે 10મી તારીખે મોડીરાતે બન્ને ચોરોને રસ્તામાંથી પકડી પાડી પૂછપરછ કરી હતી. પુછપરછ શરૂ હતી એટલામાં એક ફોર વ્હીલમાં મકાનમાલિક તેના મિત્ર સાથે ત્યાં આવી ગયો હતો. આ મકાન માલિકની બાંધકામની સાઇડ પરથી લોખંડની પ્લેટો ચોરી થઈ હતી.

આ પ્રકરણમાં પોલીસે બંને ચોરોની પૂછપરછ કરતી હતી. છતાં મકાનમાલિકના ફાયરબ્રિગેડમાં નોકરી કરતા મિત્રએ પોલીસની હાજરીમાં બન્ને ચોરોને મારવા લાગ્યો હતો. એટલું જ નહિ બન્ને ચોરો અમને સોંપી દો, તમારે પોલીસ સ્ટેશન લઈ જવાના નથી એ ચોર છે અને અમે છીએ. તમે જતા રહો એમ કહી પોલીસ સાથે ફાયરમેને માથાકૂટ કરી ગેરવર્તન કર્યુ હતું.

આ ઘટનાને પગલે રાંદેર પોલીસ જાતે ફરિયાદી બની હતી. જેના આધારે પોલીસે ફાયરમેન તુષાર કેતન સેલર(26)(રહે,પારેખ ફળિયું, રાંદેર ટાઉન)ની સામે સરકારી કામમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે, ફાયરમેન તુષાર સેલર ઘોડદોડ રોડ પર એલબી ટર્નીગ પોઇન્ટ પાસે ફાયર સ્ટેશનમાં ફરજ બજાવે છે.

અન્ય સમાચારો પણ છે...