દિલધડક રેસ્ક્યુ:સુરતમાં મધપૂડો ઉતારવાનું ભારે પડ્યું, મધમાખીઓએ હુમલો કરતાં 15 માળની બિલ્ડીંગની સાઈડમાં ફસાયેલા યુવકને ફાયરબ્રિગેડે બચાવ્યો

સુરત5 મહિનો પહેલા
મધમાખીઓએ ડંખ મારતા યુવક બેભાન થઈ ગયો હતો. - Divya Bhaskar
મધમાખીઓએ ડંખ મારતા યુવક બેભાન થઈ ગયો હતો.
  • વેસુના સિદ્ધિ એલિપ બિલ્ડીંગની સાઈડ પરથી ક્રેઈનની મદદથી બચાવી લેવાયો

સુરતના વેસુ વિસ્તારમાં સિદ્ધિ એલિપ બિલ્ડીંગમાં એક યુવક મધપૂડો ઉતારવા માટે પહોંચ્યો હતો. દોરડાની મદદ લઈને તે મધપૂડો કાઢવા માટેનો પ્રયાસ કરતો હતો. તે દરમિયાન મધમાખીઓએ તેને ખૂબ મોટા પ્રમાણમાં હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.15 માળની બિલ્ડિંગમાં યુવક બહારની બાજુ લટકતો હોવાની વિગત બહાર વિભાગને કોલ કરીને જાણવા મળી હતી. યુવક જો ઉપરથી પટકાયો હોત તેનું મોત નિશ્ચિત હોય એટલી ઊંચાઈ ઉપર હતો. મધમાખીઓએ તેને કરડી લેતાં તે થોડા સમય માટે ડરી ગયો હતો.સાથે જ પોતાનું સંતુલન ગુમાવતો હોય તેવું દેખાતું હતું.

દિલધડક દ્રશ્યો જોવા લોકો ઉમટ્યાં
મધપૂડો ઉતારવા ગયેલો યુવક ઉપર ફસાયો હોવાની વિગત મળતાની સાથે જ ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિક ટેબલ ટર્ન ક્રેઈનની મદદથી યુવકને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. યુવક સંતુલન ગુમાવીને નીચે પડે તે પહેલા જ ફાયર વિભાગની ટીમ દ્વારા ક્રેનની મદદથી યુવકને હેમખેમ ઉતારી લીધો હતો. થોડા સમય માટે તો આ દિલધડક દ્રશ્યો જોવા માટે લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. કારણ કે, જે રીતે યુવક ઉપર ફસાયો હતા. તે જોતા તેનું બચવું લગભગ અશક્ય લાગતું હતું. ફાયર વિભાગે ક્રેઇનની મદદથી તેને નીચે ઉતારી લીધો હતો.

ફાયરબ્રિગેડે ક્રેઈન મારફતે યુવકને નીચે ઉતાર્યો હતો.
ફાયરબ્રિગેડે ક્રેઈન મારફતે યુવકને નીચે ઉતાર્યો હતો.

મધમાખીઓએ ડંખ માર્યા
યુવકને ત્યાંથી નીચે ઉતાર્યા બાદ જોયું તો યુવક બેભાન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે, મધમાખી હોય તેને ખૂબ જ વધુ પ્રમાણમાં ડંખ દીધા હોવાનું જણાવ્યું હતું. મધમાખીઓના ડંખને કારણે બેહોશ થઈ ગયો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. ફાયર વિભાગે 108ની મદદથી તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. વેસુ વિસ્તારમાં જે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા ત્યારે સૌ કોઇના જીવ તાળવે ચોંટી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...