તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ચોકના જૂના પ્લેનેટોરિયમમાં રહસ્યમય સંજોગોમાં આગ

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેબલ - ખુરશી સહિતનો સામાન ખાખ

ચોક બજાર ખાતે આવેલા જુના પ્લેનેટોરિયમમાં રવિવારે સાંજે રહસ્યમય સંજોગોમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. લાંબા સમયથી બંધ પડેલા આ બિલ્ડીંગમાં આગ કેવી રીતે ભભૂકી ઉઠી તે અંગે રહસ્ય ઘેરાયું છે.

ચોક બજાર ખાતે આવેલા જુના પ્લેનેટોરિયમમાં રવિવારે સાંજે અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના રહીશોમાં ભાગદોડ મચી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આશરે એક કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો. પ્લેનેટોરિયમમાં લાંબા સમયથી પાવર સપ્લાય બંધ છે ત્યારે આગ કેવી રીતે લાગી તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે. આગની આ ઘટનામાં પ્લેનેટોરિયમમાં મુકેલા ટેબલ ખુરશી સહિતનો જુનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...