તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:આજથી સિવિલ-સ્મીમેરમાં ફાયર ટ્રક તૈનાત, 700માંથી 605 હોસ્પિટલ NOC વિનાની

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદની આગને પગલે નિર્ણય
  • 40 ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સરવે ઇમરજન્સી નંબરના સ્ટીકર મરાયા

સરથાણાના તક્ષશિલા અગ્નિકાંડ બાદ અમદાવાદના નવરંગપુરાની ખાનગી હોસ્પિટલમાં થયેલાં અગ્નિકાંડે ફરી એક વખત વિભાગની લાપરવાહીઓ છતી કરી મુકી છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવામાં માનનારા તંત્રએ ઘટનાને પગલે ગુરુવારે શહેરની વિવિધ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની તપાસ માટે ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે, ધરાતલ ઉપર સ્થિતિ ખુબ ક‌ફોડી હોવાની માહિતી સામે આવી હતી. શહેરમાં 700 નાની-મોટી હોસ્પિટલોમાં માત્ર 95 પાસે જ ફાયર એનઓસી હોવાની સ્ફોટક માહિતી સામે આવી છે. એટલે 605 હોસ્પિટલ પાસે ફાયરની એનઓસી જ નથી.

કોવિડ કેર સેન્ટરોમાં સરવે કરી કુલ 36 કેન્દ્રોને એનઓસી આપી
આ સાથે હવે સિવિલ હોસ્પિટલમાં પણ ફાયર ગાડી સાથે ફાયરમેનની રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી સોંપવામાં આવી છે. શહેરની ખાનગી 40 કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ચકાસણીના આદેશ થતાં સરવે હાથ ધરવામાં આવ્યો છે. સાથે તમામ હોસ્પિટલમાં ઇમરજન્સી ફોન નંબરના સ્ટીકરો મરાયા છે. આ અંગે ગુરુવારે ‘દિવ્ય ભાસ્કર’ની ગ્રાઉન્ડ તપાસમાં નામાંકિત હોસ્પિટલોમાં પણ ફાયર એનઓસી ન હોવાની સ્થિતિએ અમદાવાદની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી ચિંતામાં મુકી દીધાં હતાં. ઉલ્લેખનિય છે કે વિવિધ સમાજ તેમજ ખાનગી હોસ્પિટલોના સથવારે ઊભાં કરાયેલાં ઇન્સટન્ટ કોવિડ કેર સેન્ટર પૈકીના 36 કેન્દ્રોએ આગજનીની ઘટના ઉપરથી બોધપાઠ લઇ ફાયર સેફ્ટીની સુવિધા પણ ઊભી કરી હતી. ફાયરે મહામારી વચ્ચે કોવિડ કેર સેન્ટરોમાં સરવે કરી કુલ 36 કેન્દ્રોને એનઓસી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...