મંજૂરી:વેસુ અને રૂંઢમાં 12 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન બનશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી પછી પહેલી મળેલી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં 24 કરોડના વિવિધ કામોને બહાલી અપાઈ

વિધાનસભાની ચૂંટણી પછી ગુરુવારે પાલિકામાં જાહેર બાંધકામ સમિતિની પહેલી બેઠક મળી હતી. જાહેર બાંધકામ સમિતિની મળેલી આ બેઠકમાં 24.16 કરોડના વિવિધ કામોના અંદાજ મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં જાણના 5 કરોડ, ટેન્ડરના 1.45 કરોડ, અંદાજના 54.76 કરોડ, સામાન્ય સભાના 3.87 કરોડ અને વધારાના કામના 13.20 કરોડ મળી કુલ 24.16 કરોડના કામોને બહાલી આપવામાં આવી હતી.

બેઠકમાં અઠવા વિસ્તારમાં સ્ટાફ ક્વાટર્સ સાથેનું નવું ફાયર સ્ટેશન બનાવવાના 12 કરોડના અંદાજને મંજૂરી આપવામાં આવી હતી. ટી.પી સ્કીમ નં 28 (રૂંઢ-વેસુ), ફાઇનલ પ્લોટ નં આર 10 ખાતે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાટર્સ બનાવવાનું આયોજન છે.

અંદાજે 6507 ચોરસમીટર જગ્યામાં આ ફાયર સ્ટેશન સાકાર કરવામાં આવશે એવું પાલિકાનું કહેવું છે. અત્રે નોંધનીય છે કે, જાહેર બાંધકામ સમિતિની ગુરુવારની બેઠકમાં શહેરના અલગ અલગ વોર્ડમાં નગરસેવકોની ગ્રાન્ટમાંથી બાંકડા મુકવાના કામને પણ મંજૂરી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...