સુરતના સમાચાર:સમસ્ત ઘેલાણી પરિવારના સ્નેહમિલન સમારોહમાં ફાયર સેફ્ટીની મોકડ્રીલ યોજાઈ, રોટરેક્ટ કલબ દ્વારા નવા વર્ષની ઉજવણી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરતમાં હાલ અલગ અલગ કોમ્યુનિટીના સ્નેહમિલન સમારોહ યોજાઈ રહ્યાં છે. આ સ્નેહમિલનમાં અલગ અલગ રીતે જનજાગૃતિ અને મોટિવેશન સહિતની પ્રવૃતિ કરાવવામાં આવતી હોય છે. ત્યારે શ્રી સમસ્ત ઘેલાણી પરિવાર દ્વારા યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં ફાયરસેફ્ટીની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને ફાયરસેફ્ટીના સાધનોની માહિતી આપવામાં આવી હતી. બીજી તરફ રોટરેક્ટ કલબ દ્વારા નવા વર્ષની ઉજવણી વિવિધ રમતો રમીને કરવામાં આવી હતી.

ફાયર સેફ્ટીની માહિતી અપાઈ
શ્રી સમસ્ત ઘેલાણી પરિવાર-સુરત દ્વારા છઠ્ઠા સ્નેહમિલનનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમા પરિવારજનોની લોકજાગ્રુતીને ધ્યાને લઇ સુરત મહાનગર પાલિકાની ફાયર ટીમ બોલાવી ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમા પરિવારજનોને ફાયર સેફટીની ટીમ દ્વારા ફાયરવિભાગના તમામ સાધનોની વિસ્તૃત માહીતી આપી હતી. લાઇવ ડેમો પણ કરાવામા આવ્યો હતો. જેથી પુર, આગ ,વાવાઝોડા જેવા ઇમર્જન્સી સમયમા સ્વરક્ષા અને લોકબચાવ કેમ કરવા તે બાબતેની માહીતી આપી હતી.

યુવાનોને નશાકારક પદાર્થોની માહિતી અપાઈ
સ્નેહમિલનમાં પરિવાર રત્ન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમા ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટના ચેરમેન અને વિશ્વ હીન્દુ પરિષદના કોષાધ્યક્ષ દીનેશભાઇ નાવડીયા દ્વારા મહેમાન બની હાજરી આપી હતી. સુરત શહેરમા ડ્રગ્સ અને નશીલા પદાર્થથી યુવાધનને સાવચેત કરવાની અપીલ કરી હતી. જ્યા પણ આવા નશીલા પદાર્થનું વેચાણ કરતા હોય તેની માહીતી ગુપ્ત રીતે નજીકના પોલીસ સ્ટેશન અથવા સામાજીક આગેવાનોને જાણ કરી તેને બ્રેક લગાડવી એ આપણા સૌની ફરજ છે.

નવા વર્ષની ઉજવણી
રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ક્લબ દ્વારા મેમ્બરો સાથે વિવિધ ગેમ્સ ધમાલ મસ્તી અને ગરબાની રમઝટ સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આવનારા પ્રોજેક્ટની ચર્ચાઓ સાથે સ્વાદિષ્ટ ડિનરની મજા સાથે માણી હતી. આ પ્રોજેક્ટનું આયોજન કલબ પ્રેસિડેન્ટ રો.હિતેશ સભાડીયા અને ક્લબ સેક્રેટરી રો.વૈજુલ વિરાણીના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચેરમેન રો.દિશેષ વિરડીયા અને કો ચેરમેન રો.વૈદિક ગાજીપરા દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...