તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં હોસ્પિટલોની બેદરકારી:ફાયરે 15 દિવસમાં 35 હોસ્પિટલોમાં તપાસ કરી, 19માં ઇમરજન્સી એક્ઝિટ સહિત સેફ્ટીમાં છીંડાં નીકળ્યાં

સુરત3 મહિનો પહેલા
 • કૉપી લિંક
બુધવારે યુનિવર્સિટી રોડ પર આવેલી મૈત્રેય હોસ્પિટલમાં અને પરવટ પાટિયાની ક્રિષ્ણા મેડિકલ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવી હતી. - Divya Bhaskar
બુધવારે યુનિવર્સિટી રોડ પર આવેલી મૈત્રેય હોસ્પિટલમાં અને પરવટ પાટિયાની ક્રિષ્ણા મેડિકલ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવી હતી.
 • કોરોનામાં વેન્ટિલેટર, ઓક્સિજન, એસી સતત ચાલુ રહ્યાં, વીજ ભાર વધતાં શોર્ટ સર્કિટથી 15 દિવસમાં 2 હોસ્પિટલમાં આગ લાગી
 • છેલ્લા એક વર્ષમાં 270 હોસ્પિટલોમાં તપાસ, એ પૈકીની 35માં મોકડ્રીલ-તપાસ પણ યોજાઇ છતાં ફાયર સેફ્ટી નહીં
 • મોટાભાગની હોસ્પિટલમાં ઇમરજન્સી એક્ઝિટ, ઓક્સિજન સિલિન્ડરના સેફ્ટી કેપ નથી

ફાયર વિભાગે છેલ્લા 15 દિવસમાં શહેરની 35 હોસ્પિટલોમાં તપાસ કરી હતી, જેમાંથી 19 હોસ્પિટલોમાં ગંભીર બેદરકારીઓ સામે આવી છે. ઇમરજન્સી વખતે બહાર નીકળવાનો યોગ્ય રસ્તો ન હોવું, વેન્ટિલેશનનો અભાવ, ટ્રેઇન્ડ મેનપાવર નહીં હોવાના ઘણા કારણો બહાર આવ્યા છે. હવે પાલિકાએ શહેરની તમામ હોસ્પિટલોમાં ઇલેક્ટ્રીક ઓડિટ કરાવવા વીજકંપનીઓને સૂચના આપી છે.

કોરોનાના સમય દરમ્યાન શહેરમાં પણ અલગ અલગ ચાર હોસ્પિટલમાં આગના બનાવો બન્યા હતા, જેમાં આયુષ હોસ્પિટલમાં બનેલી દુર્ઘટનામાં ઓક્સિજન અને વેન્ટિલેટર પર સારવાર લઈ રહેલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરતી વખતે 5 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. આવી દુર્ઘટના સર્જાય જ નહીં તે માટે નક્કર પગલાં ભરવામાં આવે તે માટે ફયરબ્રિગેડે 19 હોસ્પિટલમાં ખામી શોધી કાઢી નોટિસ ફટકારી છે. નોટિસ બાદ પણ કેટલીક હોસ્પિટલો દ્વારા ખામીઓ દૂર કરવામાં આવી ન હોઈ આવી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરાશે.

આ હોસ્પિટલોમાં ખામી
1. ફાઈવસ્ટાર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ: ફિક્સ ફાયર ફાઇટિંગ સિસ્ટમ, મેઇન્ટેનન્સ, ઓક્સિજન સિલિન્ડર સેફટી કેપ નથી
2. વેદાંત હોસ્પિટલ: ફિક્સ ગ્લાસ, ફાયરસેફટી, ઓક્સિજન સેફટી કેપ નથી
3. ગીતા હ્રદયમ હોસ્પિટલ: ઓક્સિજન સિલિન્ડરમાં સેફટી કેપ નથી
4. શ્રી પ્રાણનાથ: ઇમરજન્સી એક્ઝિટ નથી, ઓક્સિજન સિલિન્ડરમાં સેફટી કેપ નથી
5. સદગુરુ: ઓક્સિ. સિલિન્ડરમાં સેફટી કેપ નથી
6. માવજત હોસ્પિટલ: ઓક્સિજન સિલિન્ડરમાં સેફટી કેપ નથી
7. ક્રિષ્ના હોસ્પિટલ: દુર્ઘટના સમયે બહાર નીકળવા માટેનું માર્ગદર્શક ડિસ્પ્લે નથી
8. ભાલાણી હોસ્પિટલ: ઓક્સિજન સિલિન્ડર વ્યવસ્થિત સ્ટોર નથી
9. આર્ચીસ: ઓક્સિ. બોટલમાં સેફટી કેપ નથી
10. પ્રેમવતી: ઓક્સિ. બોટલમાં સેફટી કેપ નથી
11. જીવનજ્યોત જનરલ: ઇમરજન્સી એક્ઝિટ માટે ડિસ્પ્લે નથી, ટ્રેઇન્ડ મેનપાવર નથી
12. સ્ટાર હોસ્પિટલ: ઓક્સિજન સિલિન્ડર વ્યવસ્થિત સ્ટોર નથી
13. પી.પી.સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ: દુર્ઘટના સમયે બહાર નીકળવા માર્ગદર્શક ડિસ્પ્લે નથી
14. કે.પી. સંઘવી: ઓક્સિજન સિલિન્ડર સાંકળથી બાંધેલું નથી, સેફટી કેપ પણ નથી
15. નિષ્ઠા હોસ્પિટલ: દુર્ઘટના સમયે બહાર નીકળવા માટેનું માર્ગદર્શક ડિસ્પ્લે નથી
16. 21st સેન્ચ્યુરી હોસ્પિટલ: ઇમરજન્સી એક્ઝીટ મટીરીયલથી બ્લોક કરેલ છે
17. સુરત જનરલ હોસ્પિટલ: ઓક્સિજન સિલિન્ડર સાંકળથી બાંધેલ નથી
18. બોમ્બે મેટોરનીટી હોસ્પિટલ: ઓક્સિજન સિલિન્ડરમાં સેફટી કેપ નથી
19. સંજીવની હોસ્પિટલ: ઇમરજન્સી એક્ઝીટ મટીરીયલથી બ્લોક કરેલ છે

હોસ્પિટલમાં શું તકેદારી રાખી શકાય

 • સેનેટાઈઝર આઇસીયુમાં ન વાપરો
 • આઇસીયુમાં પડદાનો વપરાશ ઓછો કરે
 • ICUમાં 15 ટકા વેન્ટીલેશન રાખવું
 • વેન્ટિલેટર સહિતના ઇલેકટ્રીક ઉપકરણોને ટ્રીપ સ્વીચ લગાડે
 • ઓક્સિજન એનાલાઈઝર ડિટેક્ટર લગાડવું જોઈએ, ઓક્સિજન વધુ હોય તો ડિટેકટ થઈ શકે
 • ઇમરજન્સી એકઝીટ બ્લોક ન કરે જેથી બચાવ કામગીરી માં સમસ્યા ન આવે

90 ટકા આગની ઘટના શોર્ટસર્કિટના કારણે બની હોવાનું તપાસમાં ખુલ્યું
ચીફ ફાયર ઓફિસર બસંત પરિકે જણાવ્યું હતું કે આગની ઘટનાઓ માં 90% શોર્ટસર્કિટ ના કારણે થાય છે. જેથી આવા બનાવો રોકવા માટે પાલિકા કમિશનરે ઇલેકટ્રીક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મિટિંગ કરી હોસ્પિટલમાં ઇલેકટ્રીક ઓડિટ ફરજીયાત કરવા સૂચન કર્યું છે. તેમજ લોડ ચેક કરી હોસ્પિટલમાં જરૂરિયાત મુજબનો લોડ વધારી આપવા પણ સૂચન કર્યું છે.

કોરોનાકાળમાં હોસ્પિટલમાં બનેલી આગની દુર્ઘટનાઓ

 • ​​​​​​​10 મે 2021- મિશન હોસ્પિટલમાં નોન કોવિડ એંકોલોજી વિભાગમાં રાત્રે એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં બે દર્દીઓને અન્ય સ્થળ પર શિફ્ટ કરવા પડ્યા હતા.
 • 26 એપ્રિલ 2021 - આયુષ હોસ્પિટલના એસીમાં શોર્ટસર્કિટ થયું હતું. ધુમાડો પ્રસરતાં દર્દીઓને રેસ્ક્યુ કરી અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. આ દર્દીઓ પૈકી 5 દર્દીઓ અફરાતફરીના કારણે મૃત્યુ પામ્યા હતા.
 • 24 ડિસેમ્બર 2020 - નવી સિવિલમાં નોન કોવિડ આઇસીયુમાં પંખામાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી હતી. સ્ટાફની સમયસૂચકતાથી આગ કાબૂમાં આવી હતી.
 • 4 નવેમ્બર 2020 - ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં પહેલા માળે ઇલેક્ટ્રિક રૂમમાં શોર્ટસર્કિટથી આગ લાગતા 19 દર્દીઓને રેસ્ક્યુ કરી અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...