તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સુરતના નાનપુરામાં રાજ્ય કર વિભાગની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વેસ્ટેજ વસ્તુઓમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

સુરત24 દિવસ પહેલા
વેસ્ટેજ વસ્તુઓમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ.
  • વેસ્ટેજમાં આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી
  • બીજા માળ સુધી ફેલાયેલો ધુમાડો જોઈ ફાયરના જવાનો ચોંકી ગયા

સુરતના નાનપુરામાં રાજ્ય કર વિભાગની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વેસ્ટેજ વસ્તુઓમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. કર્મચારીઓને બિલ્ડિંગમાંથી નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળ પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

કર્મચારીઓને તાત્કાલિક બિલ્ડિંગની નીચે ઉતારી દેવાયા
નાનપુરા વિસ્તારમાં આવેલી કર વિભાગ બિલ્ડિંગમાં આગ લાગી હતી. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર વેસ્ટેજ વસ્તુઓમાં આગ લાગી હતી. આગની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું. બીજા માળ સુધી આગ ફેલાય હતી. જોકે, ફાયરની સમય સૂચકતાને લઈ મોટી દુર્ઘટના ટળી હતી. આગની જાણ થતા તમામ કર્મચારીઓને તાત્કાલિક બિલ્ડિંગની નીચે ઉતારી દેવાયા હતા. આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. જોકે, બીજા માળ સુધી ધુમાડો ફેલાઈ ગયો હતો.

આગની જાણ થતા તમામ કર્મચારીઓની નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.
આગની જાણ થતા તમામ કર્મચારીઓની નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.

આગની ગંભીરતા પણ ફાયર વિભાગથી છુપાવાય
ફાયરના જણાવ્યા પ્રમાણે, કર વિભાગની બિલ્ડિંગમાં લાગેલી આગની ગંભીરતા પણ ફાયર વિભાગથી છુપાવાય હતી. માત્ર કચરો સળગતો હોવાની જાણ કરી ફાયર વિભાગને બોલાવવામાં આવ્યો હતો. ઘટના સ્થળે આવ્યા બાદ આગનું ઉગ્ર સ્વરૂપ અને બીજા માળ સુધી ફેલાયેલો ધુમાડો જોઈ ફાયરના જવાનો પણ ચોંકી ગયા હતા.

આગના કારણે ધુમાડો બીજા માળ સુધી ફેલાઈ ગયો હતો.
આગના કારણે ધુમાડો બીજા માળ સુધી ફેલાઈ ગયો હતો.

અન્ય એક આગનો બનાવ
વરાછા વિસ્તારમાં વસુંધરા ઇન્ડસ્ટ્રી પાછળ આગના કોલ બાદ 4 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે, કચરો સળગતો હોવાનું બહાર આવતા 3 ફાયર સ્ટેશનની ગાડીઓ પરત આવી ગઈ હતી. કાળા ધુમાડો આકાશમાં દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગમાં કોઈ જાનહાની થઈ ન હતી. કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ ન હોવાનું અને કચરામાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ હોવાનું ફાયરે જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો