શહેરના આંજણા ફાર્મ અને પાંડેસરામાં કારખાનાઓમાં આગ લાગતા ફાયર વિભાગ દોડતું રહ્યું હતું. આંજણા ફાર્મમના એક કારખાનામાં આગ લાગવાથી 4 કમ્પ્યૂટર મશીનો તેમજ કાપડનો સામાન બળી ગયો હતો. જ્યારે પાંડેસરામાં સેન્ટર મશીનમાં આગ લાગવાને કારણે કાપડના એક હજાર બંડલ બળી ગયા હતા. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે, શહેરના આજણા ફાર્મ ખાતે આવેલી જયનારાયણ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં ગુરુવારે મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ડુંભાલ, પુણા, કાપોદ્રા અને માન દરવાજાના બંબાએ આગને કાબૂમાં લઈ લીધી હતી.
બીજા બનાવમાં પાંડેસરા જીઆઈડીસીમાં જૂની પારસ મિલના સેન્ટર મશીનમાં અચાનક આગ લાગી હતી. જેથી સેન્ટર મશીન અને કપડાના બંડલો બળી ગયા હતા. આ સાથે જ ત્રીજા બનાવમાં વરાછાના હીરાબાગમાં આવેલા અટલજી નગરમાં મકાનની અંદરના સિલિન્ડરમાં વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં ગેસ લીકેજના કારણે આગ ફાટી નીકળી હતી. જેના કારણે રસોડામાં કેટલીક વસ્તુઓ બળી ગઈ હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.