દુર્ઘટના:દેવધની નુડલ્સ કંપનીમાં શોર્ટસર્કિટના કારણે આગ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મશીનરી સહિતનો સામાન ખાખ

ગોડાદરાના દેવધ ગામ પાસે મંગળવારે સવારે નુડલ્સની ફેક્ટરીમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા થઈ ન હતી.

ગોડાદરાના મહારાણા પ્રતાપ ચોકથી આગળ દેવધ ગામ પાસે એક નૂડલ્સ બનાવવાના કારખાનામાં શોર્ટસર્કિટના કારણે મંગળવારે સવારે અચાનક આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી. કારખાનામાં કામ કરતા કર્મચારીઓ આગ લાગી હોવાની જાણ થતા બહાર દોડી ગયા હતા. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

નુડલ્સનો જથ્થો, પેકીંગ મટિરિયલમાં આગ ભભૂકી હોવાથી ધુમાડો વધુ થતા ફાયરબ્રિગેડને આગ પર કાબુ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આખરે દોઢ કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં નૂડલ્સનો જથ્થો, મશીનરી, પેકીંગ મટિરિયલ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે, આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...