પાંડેસરા જીઆઈડીસી બમરોલી સાંઈ આશિર્વાદ સોસાયટી ખાતે એક કાપડના ડીજીટલ પ્રિન્ટીંગના કારખાનામાં શનિવારે પ્રિન્ટીંગ મશીનમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. જેથી કારીગરોમાં ભાગદોડ મચી ગઈ હતી. મશીનમા લાગેલી આગની લપેટમાં નજીમાં મુકેલા કાપડના રોલ પણ આવી ગયા હતા. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
અને આગ વધુ વકરે તે પહેલા આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં મશીન તેમજ કાપડના રોડ અને વેસ્ટેજ મટીરીયલ બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.
કાપોદ્રા ફાયર સ્ટેશનની સામે ચાલુ કારમાં આગ
ખોલવડ રહેતા હર્ષિલભાઈ પાંચાણી શનિવારે કાર લઈ કાપોદ્રા ફાયર સ્ટેશનની સામેથી પસાર થતા હતા. ત્યારે જ અચાનક કારની ડીકીના ભાગમાંથી ધુમાડો નીકળતા તેમણે કાર ઉભી રાખી હતી. કાપોદ્રા ફાયર સ્ટેશનના સ્ટાફે આગ પર તાત્કાલિક કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમા કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.