દુર્ઘટના:સગરામપુરાના એપાર્ટમેન્ટમાં 5માં માળે ફ્લેટમાં ગીઝરમાં શોટસર્કિટ થતાં આગ

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધુમાડો ફેલાતા ભાગદોડ મચી, રહીશોએ બહાર ધસી જઈ ફાયરને જાણ કરી

સગરામપુરા કૈલાસ નગર પાર્શ્વનાથ કોમ્પલેક્ષમાં પાંચમા માળે એક ફ્લેટમાં આગ ભભૂકી ઉઠી હતી. બાથરૂમમાં ગીઝરમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠ્યા બાદ ફ્લેટમાં ધુમાડો ફેલાઈ જતા કોમ્પ્લેક્ક્ષના રહીશોમાં ભાગદોડ મચી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગણતરીની મીનીટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. સગરામપુરા કૈલાસ નગર પાર્શ્વનાથ કોમ્પલેક્ષમાં સોમવારે બપોરે પાંચમા માળે એક ફ્લેટમા અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

બાથરૂમમાં ગીઝરમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા ફ્લેટમાં તેમજ કોમ્પલેક્ષમાં ધુમડો પ્રસરતા રહીશોમાં ભાગદોડ મચી ગઈ હતી. ફ્લેટમાં રહેતા પરિવારના સભ્યો તાત્કાલિક બહાર દોડી ગયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

મોરાભાગળ ફાયર સ્ટેશન સામે બાઈકમાં આગ
જહાંગીરપુરા ટેનામેન્ટ ખાતે રહેતો અસ્ફાક શેખ રવિવારે રાત્રે બાઈક લઈ રાંદેર જતો હતો. પેટ્રોલ કોક બંધ હોવાથી મોરાભાગળ ફાયર સ્ટેશન સામે બાઇક બંધ થઈ જતા તેણે કીક મારી હતી. દરમિયાન એન્જિનના ભાગમાં આગ ભભૂકી ઉઠી હતી. અસ્ફાકે પ્રયાસ કરવા છતા આગ કાબુમાં ન આવતા તે બાઈક છોડી દૂર ખસી ગયો હતો. દરમ્યાન કોઈકે જાણ કરતા ફાયરબ્રિગેડે ધસી જઈ આગ પર કાબૂ મેળવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...