દુર્ઘટના:વરાછાના એમ્બ્રોઇડરી ખાતાના રસોડામાં સિલિન્ડર ફાટતાં આગ, ચાર રૂમ ચપેટમાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસોઈ બનાવતી વખતે લીકેજ થતાં દુર્ઘટના, ઘરવખરીનો સામાન ખાખ
  • બિલ્ડિંગના ચોથા માળે બનાવાયેલા પતરાના રૂમોમાં કારીગરો રહેતા હતા

વરાછા અશ્વિની કુમાર રોડ ગિરિરાજ ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઇડરીના એક કારખાનામાં મંગળવારે સવારે આગ ભભૂકી ઉઠી હતી. જેમાં ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડને જણા કરતા ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદ્નસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.વરાછા અશ્વિની કુમાર રોડ પર ગિરિરાજ ઇન્ડસ્ટ્રીઝ સોસાયટીમાં એમ્બ્રોઇડરીના એક કારખાનામાં આગ ભભૂકી ઉઠી હતી. કારીગરોના રહેવા માટે કારખાનામાં ચોથા માળે પતરાની રૂમ બનાવાઈ હતી. જેમાં એક રૂમમાં રસોઈ બનાવવાની કામગીરી ચાલી રહી હતી.

દરમિયાન ગેસ લીકેજને કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં પતરાની ચારેય રૂમમાં આગ ભભૂકી ઉઠી હતી. ચારેય રૂમોમાં આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી. રૂમમાં 5 કારીગરો રહેતા હતા. જોકે, સ્થળ પર હાજર કારીગરોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવાની સાથે ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર બ્રિગેડે ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં રૂમમાં રહેતા કારીગરોનો ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદ્નસીબે કોઇને ઇજા કે જાનહાનિ થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...