જીવ બચ્યો:સુરતના સચિન GIDCમાં દોડતી ટ્રકમાં આગ લાગ્યા બાદ સમયસૂચકતા દાખવી ડ્રાઈવર ગાડી પાર્ક કરી ઉતરી જતા દુર્ઘટના ટળી

સુરત5 મહિનો પહેલા
કેબિનમાં આગ લાગ લાગતા ધુમાડા ઉંચે સુધી ઉઠ્યાં હતાં.
  • ટ્રકની અંદરથી નીકળતા ધુમાડાથી ડ્રાઈવરને શંકા જતા ટ્રકને રોડની સાઈડમાં ઉભી રાખી

સુરત GIDC વિસ્તારમાં એક ચાલતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ટ્રકમાં આગ લાગતા જ ડ્રાઈવર ટ્રકની બહાર નીકળી ગયો હતો. ટ્રકની અંદર ધુમાડા નીકળવાના શરૂ થતાં જ ડ્રાઈવરને શંકા ગઈ કે ટ્રકમાં આગ લાગી હોય શકે છે, ડ્રાઈવરે એક ક્ષણનો વિલંબ કર્યા વગર ટ્રકને બાજુ પર રાખીને નીચે ઉતરી ગયો હતો. જોતજોતામાં આગે ટ્રકને લપેટમાં લેતા ટ્રક સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયો હતો. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી.

ધુમાડા નીકળતા ડ્રાઈવર રોડ સાઈડ પાર્ક કરીને નીચે ઉતરી ગયો હતો.
ધુમાડા નીકળતા ડ્રાઈવર રોડ સાઈડ પાર્ક કરીને નીચે ઉતરી ગયો હતો.

દોડતી ટ્રકમાં આગ લાગી હતી
સુરતના સચિન જી.આઈ.ડી.સી. સ્થિત રોડ નબર ત્રણ નજીક એક દોડતી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતા જ દોડધામ મચી જવા પામી હતી. તો બીજી તરફ ટ્રકમાંથી ધુમાડા નીકળતા જ ડ્રાઈવર ટ્રકને રોડની સાઈડ પર પાર્ક કરીને ટ્રકની નીચે ઉતરી જવાનું મુનાસીબ લાગ્યું હતું.

આગ પર કાબૂ મેળવવા સ્થાનિકો દોડી આવ્યાં હતાં.
આગ પર કાબૂ મેળવવા સ્થાનિકો દોડી આવ્યાં હતાં.

સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો
ટ્રકમાં આગ લાગતા જ ડ્રાઈવર ટ્રકની નીચે ઉતરી ગયો હતો. અને તેનો બચાવ થયો હતો. પરંતુ ટ્રકમાં આગ લાગતા જ સ્થાનિકો ત્યાં એકઠા થઇ ગયા હતા. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો હતો. પરંતુ ત્યાં સુધી ટ્રક બળીને ખાખ થયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.