આગોતરી તૈયારી:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ફાયરબ્રિગેડ દ્વારા દર્દીઓને કોવિડ ICUમાંથી હોઈડ્રોલિકથી રેસ્ક્યુ કર્યા, આગ લાગે તકેદારી માટેની મોકડ્રિલ યોજાઈ

સુરત2 વર્ષ પહેલા
સ્મીમેર હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હોવાની મોકડ્રિલ યોજાઈ હતી - Divya Bhaskar
સ્મીમેર હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હોવાની મોકડ્રિલ યોજાઈ હતી
  • ડરી ગયેલા લોકોને મોકડ્રિલનું જાણ્યા બાદ રાહત થઈ હતી

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હોય છે.જેમાં ફાયર વિભાગના અધિકારીઓએ કોવિડ ICUમાંથી દર્દીઓને હાઇડ્રોલિક મશીનથી રેસ્ક્યુ કર્યા હોય છે. દર્દીઓને તથા હોસ્પિટલ સ્ટાફને આગની દુર્ઘટના વખતે કેવી તકેદારી રાખવી જોઈએ તેનું નિદર્શન કરવામાં આવ્યું હોય છે.ફાયરબ્રિગેડના અધિકારીઓ પણ આ મોકડ્રિલમાં જોડાય છે અને તકેદારી કેવી રાખવી તે સહિતની વિગતે માહિતી આપે છે. જો કે શરૂઆતમાં ફાયરબ્રિગેડ દ્વારા આગ લાગ્યા બાદ જે રીતે કાર્યવાહી થાય તેમ જ કરી હોય છે. જેથી લોકોમાં ભય ફેલાય છે પરંતુ મોકડ્રિલનું જાણ્યા બાદ રાહત થાય છે.

મોકડ્રિલમાં કોવિડ ICUમાંથી દર્દીઓને હાઈડ્રોલિક મારફતે નીચે રેસ્ક્યુ કરાયાં હતાં.
મોકડ્રિલમાં કોવિડ ICUમાંથી દર્દીઓને હાઈડ્રોલિક મારફતે નીચે રેસ્ક્યુ કરાયાં હતાં.

આગની ઘટનાને લઈને કામગીરી
રાજ્યમાં અલગ અલગ શહેરોમાં આગની દુર્ઘટનાઓ સામે આવી ચૂકી છે. સુરતની ખાનગી અને સિવિલમાં પણ અગાઉ નાની મોટી આગના બનાવો બની ચૂક્યા છે ત્યારે સતર્ક થયેલા ફાયરબ્રિગેડ દ્વારા આગ લાગે ત્યારે કોણે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ તેની મોકડ્રિલનું આયોજન સ્મીમેર હોસ્પિટલમાં કર્યું હોય છે. જેમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ સમગ્ર કામગીરી કરવામાં આવ્યાનું ડેમોન્સ્ટ્રેશન થયું હતું.

હોસ્પિટલના તમામ વિભાગ અને ફાયરબ્રિગેડ દ્વારા આગ વખતે કેવી રીતે સંકલન કરવું અને કેવા કામ કરવા તેનું નિર્દશન થયું હતું.
હોસ્પિટલના તમામ વિભાગ અને ફાયરબ્રિગેડ દ્વારા આગ વખતે કેવી રીતે સંકલન કરવું અને કેવા કામ કરવા તેનું નિર્દશન થયું હતું.

પાલિકા દ્વારા કામગીરી તેજ કરાઈ
અગાઉના સમયમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ ફાયર વિભાગ સતર્ક થયું છે. ફાયર સેફટી વગરની મિલકતોને નોટિસ ફટકારી સીલ મારવાની કામગીરી પણ કરાઈ રહી છે સાથે જ લોક જાગૃતિ માટે વિવિધ હોસ્પિટલો, સ્કૂલો અને માર્કેટોમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.