તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બચાવ કામગીરી:સુરતના લસકાણામાં ગટરમાં ખાબકેલા આખલાને ફાયરબ્રિગેડે દોઢ કલાકની જહેમત ક્રેઈનની મદદથી ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યો

સુરતએક મહિનો પહેલા
લસકાણામાં ગટરમાં ખાબકેલા મહાકાય આખલાને સહિ સલામત બહાર કઢાયો હતો.
  • કામરેજ વિભાગે આખલો અને સામાજિક સંસ્થાએ કાપડ માર્કેટમાંથી પક્ષી બચાવ્યું

સુરત નજીક આવેલા લસકાણા વિપુલનગર પાસે આખલો ગટરમાં પડ્યો હતો. એક દોઢ કલાકથી આટલો અંદર રહેતા બહાર આવવાની કોશિશ કરવા છતાં તે બહાર નીકળી શકતો ન હતો. આખરે નીચે ગટર માં જોતા રાહદારીઓએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ પહોંચી ને આખલાને ક્રેઈનની મદદથી લગભગ દોઢેક કલાકલની જહેમત બાદ બહાર કાઢ્યો હતો.બીજી તરફ કાપડ માર્કેટમાં ત્રણેક દિવસથી આઠમાં માળે ફસાયેલા કબૂતરને સામાજિક સંસ્થાના કાર્યકરોએ બચાવ્યું હતું.

આખલાનું વજન વધુ હોવાથી ક્રેઈનની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી.
આખલાનું વજન વધુ હોવાથી ક્રેઈનની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી.

આખલો ગટરમાં ખાબક્યો
આખલો ગટરમાં પડી જતા રાહદારીએ સુરત ફાયર વિભાગને જાણ કરી હતી. સુરત ફાયર વિભાગ દ્વારા કામરેજ ફાયર વિભાગને આ કોલ આપ્યો હતો. ઘટનાની જાણ થતા કામરેજ ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળ પર પહોંચીને આખલાને કાઢવાની કોશિશ કરી પરંતુ આટલા નું વજન વધુ હોવાથી બહાર કાઢી શક્યા નહીં. ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા ક્રેઈનની મદદ લેવી તેવી સ્થિતિ હતી. આટલાનો વજન વધુ હોવાથી ફાયર વિભાગના જવાના આખરે ક્રેઈન બોલાવીને તેને બહાર કાઢવાનું નક્કી કર્યું. આખરે દોઢ કલાકની જહેમત બાદ આખલાને ફાયર વિભાગના જવાનો બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.

સામાજિક સંસ્થા દ્વારા જાળીમાં ફસાયેલા કબૂતરનું રેસ્ક્યૂં કરાયું હતું.
સામાજિક સંસ્થા દ્વારા જાળીમાં ફસાયેલા કબૂતરનું રેસ્ક્યૂં કરાયું હતું.

કબૂતરને બચાવી લેવાયું
આશીર્વાદ ટેક્સટાઈલ માર્કેટ,સારોલી ખાતે ત્રણ દિવસથી એક કબૂતર માર્કેટના 8માં માળે બારી ઉપરના ભાગે જાળી હોવાના કારણે ફસાયેલ હતું. જેને એનિમલ સંસ્થાના સ્વયંસેવક ચિરાગ વણકરે કબૂતરને બચાવ્યું હતું. આખા માર્કેટને જાળીથી કવર કરેલ હોવાથી ત્યાં કોઈ પણ પક્ષી અંદર જતા ફસાઈ જાય છે. તેથી 2 મૃત કબૂતર પણ અંદરના ભાગમાં મળી આવ્યાં હતાં.