દુર્ઘટના:સુરતના ઈચ્છાપોરમાં સંચાના ખાતામાં મધરાત્રે લાગેલી આગ પર ફાયરબ્રિગેડે કાબૂ મેળવી, બે કારીગરોને રેસ્ક્યૂ કર્યા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધુમાડા વચ્ચેથી બે કારીગરોને બચાવી લેવામાં ફાયરબ્રિગેડને સફળતા મળી હતી. - Divya Bhaskar
ધુમાડા વચ્ચેથી બે કારીગરોને બચાવી લેવામાં ફાયરબ્રિગેડને સફળતા મળી હતી.
  • સંચા ખાતામાં ફસાયેલા કર્મચારીઓને ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યા

​​​​સુરત ઇચ્છાપોર નજીકના એક સંચા ખાતામાં મધરાત્રે અચાનક આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. બીજા માળે ફસાયેલા બે કારીગર જીવ બચાવવા ત્રીજા માળે ચઢી ગયા હતાં. જોકે ધાબુ ગરમ થતા ચોથા માળે જઇ નીચે કુદકા મારવાની તૈયારી કરતા પહેલા ફાયરની ટીમે બન્ને કારીગરોને કાળા ધુમાડા વચ્ચેથી રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતા. લગભગ બે કલાક ચાલેલા આ રેસ્ક્યૂમાં ફાયરના જવાનોએ ઓક્સિજન બોટલ પહેરી આગમાંથી ચોથા માળે પહોંચી ફિલ્મી સટાઇલમાં બન્ને કારીગરોને સલામત રીતે બહાર કાઢવામાં સફળ રહી હતી.

બે કારીગરોની ધુમાડામાં શોધખોળ કરાઈ
ઈશ્વર પટેલ (ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે, કોલ લગભગ મધરાત્રે 1 વાગ્યાનો હતો. એસ એમ કનીક ટેક્સ નામના સંચા ખાતામાં બીજા માળે આગા લાગી હોવાના કોલ બાદ ફાયરની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે દોડી ગઈ હતી. બીજા માળે બે કારીગરો ફસાયા હોવાની જાણ થતાં જ તાત્કાલિક આગ અને કાળા ધુમાડા વચ્ચેથી બીજા માળે જઇ બન્નેની શોધખોળ હાથ ધરી હતી. જોકે બીજા માળે જોઈ નહીં મળતા ત્રીજા માળેથી બચાવો બચાવોની બુમાબુમ સાંભળી ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં ત્રીજા માળે પહોંચ્યા હતા. જ્યાં પણ બન્ને કારીગર ન દેખાતા ફરી મુંજવણમાં મુકાય ગયા હતા.

ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

બે કલાકે રેસ્ક્યૂ સફળ થયું
જોકે ફરી બુમો સાંભળી ચોથા માળે જતા બન્ને ધાબા ઉપરથી નીચે કૂદીને જીવ બચાવવાની કોશિશ કરી રહ્યા હતાં. જોકે ફાયરને જોઈ એમની હિંમત વધી હતી અને તેઓ સહકાર આપી રહ્યા હતા. આવા સમયમાં આગા અને ધુમાડા વચ્ચે બન્ને કારીગરોને ઓક્સિજન બોટલ પહેરાવી રેસ્ક્યૂ કરી નીચે ઉતારવામાં સફળ થયા હતા. આગને કાબુમાં લેવામાં અને રેસ્ક્યૂ કરી બન્ને કારીગરોના જીવ બચાવવામાં બે કલાકનો સમય લાગી ગયો હતો.