સુરત:અડાજણમાં ધનરાજ મોટર્સના સર્વિસ સ્ટેશનના બેઝમેન્ટમાં લાગેલી આગ પર ફાયરબ્રિગેડે કાબૂ મેળવ્યો

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેઝમેન્ટમાં આગ લાગ્યા બાદ ઓક્સિજનના માસ્ક પહેરીને ફાયરના જવાનોએ ધુમાડો દૂર કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. - Divya Bhaskar
બેઝમેન્ટમાં આગ લાગ્યા બાદ ઓક્સિજનના માસ્ક પહેરીને ફાયરના જવાનોએ ધુમાડો દૂર કરી આગ પર કાબૂ મેળવ્યો હતો.
  • બેઝમેન્ટમાં આગ લાગતાં ધૂમાડો ખૂબ ફેલાયો
  • ધૂમાડાના કારણે ઓક્સિજન માસ્ક પહેરી કાર્યવાહી

અડાજણ વિસ્તારમાં આવેલા ધનરાજ મોટર્સ સુઝુકીના શોરૂમમાં આગ લાગી ગઈ હતી. આગ બેઝમેન્ટમાં લાગી હોવાથી ધૂમાડો ખૂબ ફેલાયો હતો. જેથી આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને બેઝમેન્ટમાં ઉતરવું પડ્યું હતું. ધૂમાડો બહાર કાઢ્યા બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. બેઝમેન્ટમાં એક્ઝોસ્ટ વિન્ડોનો અભાવ હોવાના કારણે ધુમાડો બહાર નીકળી શક્યો ન હોવાનું ફાયરબ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું.

આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીઓ પડી

ઈશ્વર પટેલ ફાયર ઓફિસર અડાજણએ જણાવ્યું હતું કે, કોલ મળતાં જ ધનરાજ મોટર્સ સુઝુકીના સર્વિસ સ્ટેશનની અંદર બેઝમેન્ટમાં આગ લાગી છે. ઘટનાસ્થળે આવીને જોયું તો કોઈ કારણોસર લાગેલી આગથી બેઝમેન્ટમાં પુષ્કળ ધુમાડો હતો.ફાયરબ્રિગેડથી અંદર જઈ શકાય તેમ નહોતું.જેથી ઓક્સિજનની બોટલ પહેરીને ફાયરના જવાનો અંદર ઉતર્યા અને મોટર મુકીને ધુમાડો બહાર કાઢ્યો હતો. બાદમાં આગને કાબૂમાં લીધી હતી.ફાયર સેફ્ટીની સુવિધાઓ છે પરંતુ તેનો ઉપયોગ શરૂઆતમાં કરી શકાયો નહોતો નીચે બંધ કરી દેવાયું હોવાથી.બાદમાં ધૂમાડો બહાર કાઢી આગ પર કાબૂ મેળવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...