દુર્ઘટના:સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલી મિલેનિયમ માર્કેટના 16માં માળે આગ લાગ પર ફાયરબ્રિગેડે કાબૂ મેળવ્યો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોળમાં માળે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. - Divya Bhaskar
સોળમાં માળે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવ્યું હતું.
  • ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો

સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલા મિલેનિયમ માર્કેટ-2ના 16માં માળે આગ લાગી ગઈ હતી. જેની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચાલુ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આગ ભારે ઉંચાઈ પર લાગી હોવાથી ફાયરબ્રિગેડ દ્વારા ક્રેઈર્નનો ઉપયોગ કરીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જેથી ભારે જહેમત બાદ આગ પર કાબૂમાં મેળવવામાં સફળતા મળી હતી.

દૂર દૂરથી આગના ધૂમાડા દેખાયા હતાં.
દૂર દૂરથી આગના ધૂમાડા દેખાયા હતાં.

દૂરથી દેખાયા ધૂમાડા
મિલેનિયમ માર્કેટ-2માં લાગેલી આગના કારણ દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતાં. જેથી આસપાસમાં ડરનો માહોલ પેદા થઈ ગયો હતો. સમગ્ર આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ ફાયરબ્રિગેડની વિવિધ ઝોનની પણ મદદ લેવામાં આવી રહી છે. ડેપ્યુટી કમિશનર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.

ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો.
ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો.

ધુમાડો જોઈને ફાયરને જાણ કરી
સાયરા બેન (ફર્સ્ટ પર્સન) એ જણાવ્યું હતું કે, ધુમાડો નીકળતા જોઈ અમે ફાયર માં ફોન કરી દીધો હતો. ગણતરીની મિનિટોમાં ફાયરના જવાનો દોડી આવ્યા હતા. એટલું જ નહીં પણ તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો હતો. હાલ આગ કંટ્રોલમાં હોવાનું કહી શકાય છે.

આગના પગલે ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.
આગના પગલે ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.
ઉંચાઈ પર આગ લાગી હોવાથી પાલિકાની ક્રેઈર્નની મદદ લેવાઈ હતી.
ઉંચાઈ પર આગ લાગી હોવાથી પાલિકાની ક્રેઈર્નની મદદ લેવાઈ હતી.

એક જ માળમાં આગ
ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, કોલ મળતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આઠ જેટલી ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવી કામ હાથ ધરવામાં આવ્યું હતું. ટેક્સટાઈલ માર્કેટમાં એક માળમાંથી બે માળ કર્યા હોય તે રીતે 16માં માળે આગ લાગી હતી. આગની જાણ થતાં કામગીરી હાથ ધરવામાં આવી છે. એક જ માળ પર આગને કાબૂમાં રાખવામાં સફળતા મળી છે. કાપડનો જથ્થો હોવાથી આગના ધુમાડા વધુ નીકળ્યા હતાં.