• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Fire Breaks Out In Sachin GIDC Scrap Godown, Fortunately No Casualty A Fire Broke Out In The Scrap Godown Near Navjeevan Hotel Located At Sachin GIDC, Surat At Midnight.

ભંગારના ગોડાઉનમાં આગ:સચિન GIDCના ભંગારના ગોડાઉનમાં આગથી અફરાતફરી, સદનસીબે કોઈ જાનહાની નહી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સચિન GIDCમાં ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી હતી

સુરતના સચિન જીઆઈડીસી સ્થિત નવજીવન હોટેલ પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં મધરાત્રીના સમયે આગ લાગી હતી. જેને લઈને અફરાતફરી મચી જવા પામી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવી લીધો હતો.

સચિન જીઆઈડીસીમાં ભંગારના ગોડાઉનમાં આગ
સુરતમાં છાશવારે આગના બનાવો સામે આવતા રહે છે ત્યારે વધુ એક ઘટના સુરતમાં સામે આવી હતી. જેમાં એક ભંગારના ગોડાઉનમાં આગ લાગવાથી અફરાતફરી મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં નવજીવન હોટેલ પાસે એક ભંગારનું ગોડાઉન આવેલું છે. આ ભંગારના ગોડાઉનમાં મધરાત્રીના સમયે અચાનક આગ લાગી હતી. જેને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી.

સદનસીબે કોઈ જાનહાની નહીં
આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પાંચથી વધુ ફાયર ની ગાડી સાથેનો કાફલો આગ પર કાબુ મેળવવા ઘટના સાથે પહોંચી આવ્યો હતો. મોડી રાત્રિએ ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.

અન્ય સમાચારો પણ છે...