સચિન GIDC વિસ્તારમાં આવેલી અતર બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ચાલુ ફેક્ટરીએ આગ લાગી જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યા અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડ દ્વારા હાલ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
ચાલુ ફેક્ટરીએ આગ લાગતાં અફડાતફડી મચી
અતર બનાવતી કંપનીમાં કામકાજ ચાલુ હતું એ દરમિયાન આગ ફાટી નીકળી હતી.આગ પ્રચંડ હોવાના કારણે અંદર કામ કાજ કરતાં લોકો દોડીને બહાર આવી ગયા હતાં. કામદારોમાં ડરનો માહોલ પેદા થયો હતો.આગના પગલે આસપાસની કંપનીઓમાં પણ ડરનો માહોલ પેદા થયો હતો.
લબ્ધિ મીલ બાદ ઉધનાના ગોડાઉનમાં આગ લાગી
એકે રોડ પર લબ્ધિ મીલમાં આગની ઘટના બાદ ઉધનાના ગોડાઉનમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ ફાયરબ્રિગેડની 15 ગાડીઓ તાત્કાલિકા સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરુ કર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. ઘટનામાં પ્લાસ્ટિકની ફોઈલનો જથ્થો બળી ખાક થઇ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.