તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સુરતના નાનપુરામાં સ્ટ્રોમ વોટરની પાઈપલાઈનના ખોદકામ દરમિયાન ગેસ પાઈપ લાઈનમાં ભંગાણ થતા આગ લાગી

સુરત5 મહિનો પહેલા
આગ લાગ્યા બાદ ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
  • ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવી લેતા સ્થાનિકોમાં હાશકારો

નાનપુરામાં સ્ટ્રોમ વોટરની પાઇપ લાઈન નાખવા માટે ચાલી રહેલા ખોદકામ વખતે ગેસ લાઇનમાં ભંગાણ થતા ગેસ લિકેજ બાદ આગ ફાટી નીકળી હતી.જેથી સમગ્ર વિસ્તારમાં ગેસની દુર્ગંધ ફેલાય જતા તાત્કાલિક ફાયરને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ બાદ દોડી આવેલા ફાયરના જવાનોએ આગને કાબૂમાં લેતા સ્થાનિક લોકોએ હાશકારો લીધો હતો. એડવોકેટ સનત બોરસલ્લીવાળાએ જણાવ્યું હતું કે, ગુજરાત ગેસ કંપનીના માણસોએ ભંગાણ થયેલી લાઇનમાં લોક મારવા જતા જોરદાર ધડાકા સાથે આગ લાગી ગઈ હતી. જોકે કોઈ જાનહાની નોંધાય નથી.

આગ લાગતા આસપાસમાં ડરનો માહોલ પેદા થયો હતો.
આગ લાગતા આસપાસમાં ડરનો માહોલ પેદા થયો હતો.

જેસીબી મશીનથી આગ લાગી
સનત બોરસલ્લી વાળા (ફાયરને જાણ કરનાર એડવોકેટ) એ જણાવ્યું હતું કે, અચાનક ગેસની દુર્ગંધ આવતા અમેં ગેલેરીમાં નીકળ્યા હતા. જ્યાં એક ખાડો પૂરતા જોઈ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, જેસીબી મશીનના ઓપરેટરે ગેસ લાઈનમાં ભંગાણ કરી દીધું હોવાથી માટી નાખી કંટ્રોલ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જેથી મેં તાત્કાલિક ફાયરમાં જાણ કરી દીધી હતી.

ફાયરબ્રિગેડ અને ગુજરાત ગેસના માણસો પણ દોડી આવ્યાં હતાં.
ફાયરબ્રિગેડ અને ગુજરાત ગેસના માણસો પણ દોડી આવ્યાં હતાં.

આસપાસના વિસ્તારમાં ગેસ પૂરવઠો ખોરવાયો
ઘટનાની જાણ થતાં ગુજરાત ગેસ કંપનીના માણસો દોડી આવ્યા હતા. લિકેજ વાળા પાઇપ પર લોક મારી ગેસ લિકેજ થતા અટકાવવાનો પ્રયાસ કરાય રહ્યો હતો. જોકે અચાનક પાઇપ લાઇનમાં લોક મારતી વખતે જોરદાર ધડાકા સાથે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. તત્કાલિક આખા વિસ્તારનો ગેસ પુરવઠો બંધ કરી દેવાયો હતો. 10 મિનિટમાં જ ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગ ને કાબુમાં લઈ લીધી હતી. હાલ બધું જ કંટ્રોલમાં હોવાનું જાણવા મળ્યું છે.