આગ:વેસુમાં 12 માળના લક્ઝુરિયસ એવેન્યુ-77ના 10માં માળે ફ્લેટમાં આગ, જાનહાની ટળી

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજના હેવી ફ્લક્ચ્યુએશનથી શોર્ટસર્કિટ, આગને કાબુમાં લેતા 2 કલાકનો સમય લાગ્યો

વેસુમાં આવેલા એવેન્યુ-77 નામના 12 માળના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટના 10 માળે શનિવારે સાંજે શોર્ટસર્કિટથી આગ લાગી હતી. આગ 10માં માળના ફ્લેટમાં લાગી હોવાથી તરત જ ટીટીએલ (ટર્નટેબલ લેડર) મગાવવામાં આવ્યું હતું અને તેની મદદથી 10મા માળની આગ પર બે કલાકમાં કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહોતી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, આ આગ હેવી પાવર ફ્લક્ચ્યુએશનના કારણે લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...