દુર્ઘટના:સુરતના ઉન પાટીયામાં પેપર મીલમાં આગ ફાટી નીકળી, 5 ફાયર સ્ટેશનની ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો

સુરત11 દિવસ પહેલા
આગ પર કાબૂ મેળવવા અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે આવી હતી
  • પેપર રોલ, મશીનરી, કોમ્પ્યુટર, બોઇલર મશીન સહિત નો સમાન આગમાં ખાક

સુરતના ઉન પાટિયાની એક પેપર મીલમાં અચાનક આગ ફાટી નીકળતા ફાયરબ્રિગેડ દોડતું થઈ ગયું હતું. 5 ફાયર સ્ટેશની ગાડીઓએ ઘટના સ્થળે દોડી કલાકો બાદ આગને કાબૂમાં લીધી હતી. આગમાં ગ્રાઉન્ડ અને પહેલા માળનો બધો જ સમાન બળી ને ખાક થઈ ગયો હતો. આગ એટલી ઉગ્ર બની હતી કે, આજુબાજુના કારખાનામાં કામ કરતા કારીગરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આગ પર કાબૂ મેળવવા ફાયરબ્રિગેડે જહેમત હાથ ધરી હતી.
આગ પર કાબૂ મેળવવા ફાયરબ્રિગેડે જહેમત હાથ ધરી હતી.

પાણીનો મારો ચલાવાયો
ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ લગભગ 10:30નો હતો. નવાબી એસ્ટેટ પેપર મીલમાં આગ લાગી હોવાની જાણ બાદ ભેસ્તાન, ડીંડોલી, માન દરવાજા, ડુંભાલ અને મજુરા ફાયર સ્ટેશનને આગનો કોલ અપાયો હતો. તમામ ફાયર સ્ટેશનની ગાડીઓ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે દોડી ગઈ હતી. કલાકો સુધી ભીષણ આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા.

ભીષણ આગના પગલે આસપાસ ભયનો માહોલ પેદા થયો હતો.
ભીષણ આગના પગલે આસપાસ ભયનો માહોલ પેદા થયો હતો.

સામાન બળીને ખાક
ગ્રાઉન્ડ સાથેના પહેલા માળે આગ લાગતા પેપર રોલ, મશીનરી, કોમ્પ્યુટર, બોઇલર મશીન સહિત નો સમાન આગમાં ખાખ થઈ ગયો હતો. એટલું જ નહીં પણ આગની જ્વાળાઓ જોઈ આજુબાજુના કારખાનાના કારીગરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તપાસમાં નવાબી પેપર મીલના માલિક મુલવીયા અબ્દુલ મનીયાર હોવાનું જાણવા મળ્યું હતું.