આગ:કતારગામમાં એમ્બ્રોઈડરીના ખાતામાં આગ, દોઢ કલાકે કાબૂ

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આખું કારખાનું ધુમાડાની ચપેટમાં આવી ગયું
  • યાર્ન, બોબિન મશીન, બોઇલર બળીને ખાખ

કતારગામ જીઆઈડીસીમાં રવિવારે સવારે એક એમ્બ્રોઈડરી કારખાનાના બેઝમેન્ટમાં આગ ભભૂકી ઉઠી હતી. ફાયરબ્રિગેડે દોઢ કલાકની જહેમત બાદ આખરે આગ પર કાબૂ મેળવી લીધો હતો. કતારગામ જીઆઈડીસી ક્રિષ્ના ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે આવેલા એક એમ્બ્રોઈડરી કારખાનામાં બેઝમેન્ટમાં સવારે કોઈક રીતે આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી. બેઝમેન્ટમાંથી ધુમાડા નીકળતા ગ્રાઉન્ડ ફ્લોર પર કામ કરતા કારીગરો બહાર દોડી ગયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણ થતા કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનની પાંચ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બેઝમેન્ટમાં આગ લાગી હોવાના કારણે ધુમાડો વધુ હોવાથી ફાયરબ્રિગેડને આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે દોઢ કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. આગના આ બનાવમાં બેઝમેન્ટમાં મુકેલો યાર્નનો જથ્થો, કોટન, બોબીન મશીન, બોઈલર, વાયરીંગ તેમજ કમ્પ્યુટર સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...