સુરત:ભેસ્તાનમાં BRTS બસ સ્ટેન્ડમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ પર ફાયર વિભાગે કાબૂ મેળવ્યો, કોઈ જાનહાની નહી

સુરત2 વર્ષ પહેલા
TRB જવાને આગને પ્રસરતી અટકાવી પ્રશંનિય કામગીરી કરી
  • TRB જવાને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો
  • આગમાં BRTS બસ સ્ટેન્ડની ઓફિસ બળીને ખાખ

શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા BRTS બસ સ્ટેન્ડમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગી હોવાની જાણ થતા નજીકમાં જ ફરજ બજાવતા TRB જવાને દોડી જઈ આગને પ્રસરતા અટકાવી હતી. દરમિયાન ફાયર વિભાગના બે ફાયર ફાઈટર પહોંચી જતા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ હતી. જ્યારે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે.

બે ફાયર ફાઈટરે આગ પર કાબૂ મેળવ્યો
ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ભેસ્તાન વિસ્તારમાં દક્ષેશ્વર મંદિર નજીક આવેલા BRTS બસ સ્ટેન્ડમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી. જેથી બે ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. જોકે, BRTS બસ સ્ટેન્ડની ઓફિસ બળીને ખાખ થઈ ગઈ હતી. આ આગની ઘટના શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.

TRB જવાનની પ્રશંસનિય કામગીરી
BRTS બસ સ્ટેન્ડની આગની ઘટનામાં TRB જવાનની પ્રશંનિય કામગીરી સામે આવી છે. દક્ષેશ્વર મંદિર પાસે ફરજ બજાવતો અનિલ પાટીલ આગ લાગી હોવાની જાણ થતા દોડી ગયો હતો. ત્યારબાદ બસ સ્ટેન્ડમાં રહેલા ફાયર એકસ્ટીગ્યુસર દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને આગને પ્રસરતા અટકાવી હતી. જવાનની પ્રશંસનિય કામગીરીને ફાયર વિભાગે પણ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...