દુર્ઘટના:અંજની ઇન્ડસ્ટ્રીનાં કારખાનામાં આગ, ફાયરનાં 3 કર્મી ગુંગળાયા

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આગ - Divya Bhaskar
અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આગ
  • અંજની ઇન્ડસ્ટ્રીનાં કારખાનામાં આગ, ફાયરનાં 3 કર્મી ગુંગળાયા

ગોથાણ ગામનાં અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે ત્રીજા, ચોથા અને પાંચમા માળે રૂમીત ટેક્સટાઈલ, પ્રિત ટેક્સટાઇલ અને ખુશી ટેક્સટાઇલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કોસાડ, કતારગામ, મોટા વરાછા અને કામરેજ ફાયર સ્ટેશનનાં ફાયર ફાયટર્સે ઘટના સ્થળે દોડી જઇ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ  મેળવ્યો હતો. જોકે ગ્રે કાપડના જથ્થામાં આગ લાગવાથી ધુમાડો વધુ થતા ફાયરના જવાનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.  આ ઘટનામાં કોસાડ ફાયર સ્ટેશનના માર્શલ પુનમભાઈ પરમાર, હસમુખભાઈ તુલસીરામ અને એઝાદ અલી સૈયદને ધુમાડાની અસર થતા ગુંગળામણ થઈ હતી. જેથી ત્રણેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ આગ શોટસર્કિટથી લાગ્યાની આશંકા છે. ભીમરાડમાં રેસ્ટોરન્ટની ચીમની આગ | ભીમરાડ કેનાલ રોડ પાસે એટલાન્ટા મોલ ખાતે આવેલા હોટ એન્ડ સ્પાઈસ રેસ્ટોરન્ટની ચીમનીમાં મંગળવારે બપોરે આગ ભભૂકી ઉઠી હતી. નજીકમાં મુકેલી કઢાઈમાંથી ગરમ તેલ પડતા કારીગરને પગમાં ઈજા થઈ હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...