તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સુરતના ભેસ્તાન વિસ્તારમાં ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીમાં કેમિકલ ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી, ફાયર ઘટના સ્થળે

સુરત5 મહિનો પહેલા
આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા. - Divya Bhaskar
આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા.
  • બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારોમાં ગભરાટ
  • આસપાસના લૂમ્સના કારખાના બંધ કરવામાં આવ્યા

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ગુરૂકૃપા ઇન્ડસ્ટ્રીમાં કેમિકલ ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. સદનસીબે ગોડાઉનમાં કોઈ ન હોવાથી હજી સુધીમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

ગોડાઉનમાં રહેલા કેમિકલના કારણે આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી.
ગોડાઉનમાં રહેલા કેમિકલના કારણે આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી.

અચાનક બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી
સુરત શહેર ભેસ્તાન વિસ્તારમાં ગુરૂકૃપા ઈન્ડસ્ટ્રીમાં કેમિકલનું ગોડાઉન આવેલું છે. બપોર બાદ અચાનક બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી. જેના પગલે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગના પગેલ આસપાસમાં આવેલા લૂમ્સના કારખાનાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને કારખાના રહેલા લોકોને પણ સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

જાનહાનિ નોંધાઈ નથી
ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. ગોડાઉનમાં કોઈ ન હોવાના કારણે હાલ તો કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયર વિભાગની સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર વિભાગના મોટા કાફલા દ્વારા હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ઉધનામાં ત્રણ ઝૂંપડામાં આગ લાગી.
ઉધનામાં ત્રણ ઝૂંપડામાં આગ લાગી.

આગની અન્ય એક ઘટના
શહેરના ઉધના વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. મફત નગર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગી છે. ત્રણ ઝુંપડા આગની ઝપેટમાં આવી ગયા છે. ઘટનાની જાણ થતા ફાયરનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. હાલ આગનું કારણ અંકબંધ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો