તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્પ્રેરણા કેસ:FIR,લાશ મળવાનો અને સુસાઇડ નોટનો સમય શંકા પ્રેરે છે: દલીલ

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બચાવ પક્ષે એફઆઇઆર સામે જ શંકા ઊભી કરી
 • FIR લખાઈ 5:15, લાશ મળી 5:30 અને સ્યુસાઇડ નોટ મળી 7:30: બચાવ પક્ષ

દુર્લભ પટેલ આપઘાત કેસમાં આજે શનિવારના રોજ બચાવ પક્ષે દલીલો કરી હતી જેમાં પોલીસે રજૂ કરેલી ચાર્જશીટમાંથી જ કેટલાક મુદ્દા ઉઠાવી સમગ્ર ફરિયાદ સામે જ સવાલો ઊભા કરી દીધાં હતા. દરેક તબક્કાની ટાઇમિંગ બચાવ પક્ષની દલીલમાં હતુ. જેમાં કહેવાયુ હતું કે આ કેસમાં પોલીસ કાગળો મુજબ FIR નોંધાઈ છે સાંજે 5:15 કલાકે, ત્યારબાદ 5:30 મિનિટે દુર્લભ પટેલની લાશ મળે છે અને છેક બે કલાક બાદ મોડી સાંજે 7:30 કલાકે સુસાઇડ નોટ મળે છે.

આવું કેવી રીતે થઈ શકે કે લાશ મળ્યાના 15 મિનિટ અગાઉ જ FIR નોંધાઈ ગઈ હોય. બચાવ પક્ષે આજે દલીલો પૂરી કરી હતી. હવે સંભવત: મંગળવારના રોજ સરકાર પક્ષે દલીલોનો જવાબ આપવામાં આવશે. આ કેસની એફઆઇઆર મુજબ દુર્લભ પટેલ પર પીસાદની જમીન મામલે દસ્તાવેજ કરવાનું દબાણ કરાતા તેઓએ આપઘાત કર્યો હતો. જેમાં કુલ 10 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. જામીન મુક્તિ માટે આરોપી એવા રાંદેર પીઆઇ લક્ષ્મણસિંહ બોડાણા, કિરણ સિંહ, અજય ભોપાલા ઉપરાંત વિજય શિંદે અને મુકેશ કુલકર્ણી દ્વારા કરાયેલી જામીન અરજી પર બચાવ પક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઈ અને કેતન રેશમવાલાએ દલીલો કરી હતી.

ત્રીજા દિવસની દલીલમાં બચાવ પક્ષે પોલીસ ચાર્જશીટને જ આધાર બનાવી દરેક ઘટનાની ટાઇમિંગનો ઇશ્યુ ઉઠાવ્યો હતો. વકીલોએ દલીલ કરી હતી કે લાશ મળવાના 15 મિનિટ પહેલાં કેવી રીતે FIR લખાય ગઈ, 6 પાનાની મુદ્દાસર એફઆઇઆર લખાય એટલે ચાર વાગ્યાથી લખવાની શરૂઆત થઈ હશે.

દુર્લભ પટેલ આપઘાત કેસમાં બચાવ પક્ષે બીજો એક મુદ્દો ઉઠાવ્યો હતો કે જે બાબત સુસાઇડ નોટમાં છે તે એફઆઇઆરમાં કેવી રીતે આવી, કેમકે એ બે વચ્ચે તો બે કલાકથી વધુનો સમય છે, સુસાઇડ નોટ બાદમાં મળી છે.

અન્ય દલીલો

 • આરોપી મુકેશ કુલકર્ણી અને વિજય શિંદેના કેસમાં તો દસ્તાવેજ બાબતે કોઈ દબાણ કરાયુ નથી. જ્યાં સુધી દસ્તાવેજની વાત છે તે નોટરી હાજરીમાં રાજીખુશીથી કરાયા છે
 • આરોપીના ગુનામાં સંડોવા માટે ગુનાહિત માનસ હોવું જોઇએ. આ બે આરોપીઓના કેસમાં આવુ કોઈ માનસ નહતુ. ફરિયાદી જ તેમને લાવ્યા હતા.ઉપરાંત બીજી રીતે કોઈ લાભ મળવાનો હોય એ પણ રેકર્ડ પર આવ્યુ નથી.
 • 113 સાક્ષી છે, અનેક ડોક્યુમેન્ટ છે, એટલે ટ્રાયલ ચાલવામાં વાર લાગશે, આ કેસ એવો તો છે જ નહી કે જામીન આપી જ ન શકાય.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો