રોંગ સાઇડ પરથી વાહન ચલાવનારને કારણે જીવલેણ અકસ્માતો થતા હોય છે. જેમાં ગંભીર ઈજાના બનાવો વર્ષ 2021માં વધારો થયો હતો. વળી આવા અકસ્માતોમાં વાહનચાલકો એચએસઆરપી નંબર પ્લેટ લગાડતા ન હોવાને કારણે સીસીટીવી કેમેરામાં વાહનની માહિતી મેળવી મુશ્કેલ પડે છે. જેના કારણે શહેર ટ્રાફિક પોલીસે અઠવાડિયાની સ્પેશીયલ ડ્રાઇવ રાખી હતી. જેમાં ટ્રાફિક પોલીસના તમામ રિજીયન દ્વારા પોત-પોતાના વિસ્તારોમાં ખાસ કરીને રોંગ સાઇડ પરથી આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી.
ટ્રાફિક પોલીસે 5મી જુન થી 11મી જુન સુધી સ્પેશીયલ ડ્રાઇવ રાખી હતી. જેમાં ટ્રાફિક પોલીસ નંબર પ્લેટ વગરના 3222 વાહનો અને રોંગ સાઇડ વાહન ચલાવનારા 709 ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.