તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવચેતી:એરપોર્ટ પર પક્ષી આવવાનું કારણ શોધી બર્ડહિટ ઘટાડાશે

સુરત24 દિવસ પહેલાલેખક: મિલન માંજરાવાલા
 • કૉપી લિંક
 • છેલ્લાં 4 વર્ષમાં એરપોર્ટ પર 69 બર્ડ હિટની ઘટનાઓ નોંધાઇ છે, 22 સસ્પેક્ટેડ છે તો 47 રિપોર્ટેડ

સુરત એરપોર્ટ પર બર્ડ હિટની ઘટનામાં વધારો નોંધાય રહ્યો છે. 4 વર્ષમાં 69 બર્ડ હિટની ઘટનામાં 22 સસ્પેક્ટેડ તો 47 રિપોર્ટેડ છે. જેને રોકવા AAIએ કોઇમ્બતુરની સલીમ અલી સેંટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રી સાથે એમઓયુ કર્યું છે. જેની બાયોલોજીસ્ટ શ્રી સોવ્મિયા એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં આવતા પક્ષીઓની સ્ટડી કરી રહી છે. જેને રોકવા કેવા પગલા લેવા તેનો રિપોર્ટ એરપોર્ટને સોંપશે.

આ રીતે સ્ટડી કર્યુ
એસએસીઓએનની રિસર્ચ આસિસ્ટન્ટ બાયોલોજીસ્ટ શ્રી સોવ્મિયા કહે છે કે, ‘મે રનવેની ચારેય બાજુના 10 કિમીના અંતરમાં ફરીને કયા પક્ષીઓ કયા કારણથી ઓપરેશનલ એરિયામાં આવે છે તેના ફોટા પાડવા સાથે સ્ટડી કરી રહી છું. મારા આ રિપોર્ટમાં ઓપરેશનલ એરિયાની કઇ બાબતો દૂર કરવી, કયા પ્રકારના વૃક્ષો વાવવા સહિતની બાબતો નોંધાશે.’

4 વર્ષમાં નોંધાયેલા બર્ડ હિટ

નાણાકીય વર્ષસસ્પેક્ટેડરિપોર્ટેડકુલ
2016-17156
2017-184913
2018-1961622
2019-20111728

ફાટાકડા કે કેનન ગનથી નહીં ડરતા પક્ષીને હવે લેઝરથી ડરાવાય છે
પક્ષીઓ ના આવે તે માટે રનવે પાસે ફટાકડા ફોડવાની સાથે 6 બર્ડ સ્કેર કેનન ગનથી 1200 ફાયરિંગ કરાય છે. સમડી જેવા પક્ષીઓ ભગાડવા લેઝરનો ઉપયોગ કરાય છેે.

ઝિંગા તળાવ અને ડમ્પિંગ સાઇટ દૂર કરો
એક મહિનાથી ઓપરેશનલ એરિયામાં સ્ટડી કરી રહી છું. ત્યાં સમડી પક્ષીઓની સંખ્યા ખૂબ જ જોવા મળી છે. જોકે, સમડી આવવા પાછળનું મુખ્ય કારણ ઝિંગા તળાવ અને ડમ્પિંગ સાઇટ છે. જેને કારણે તેને પહેલી તકે દૂર કર વું ખૂબ જરૂરી છે. > શ્રી સોવ્મિયા, રિસર્ચ આસિસ્ટન્ટ અને જુનિયર બાયોલોજીસ્ટ, એસએસીઓએન

'SACONના રિપોર્ટ મુજબ કામ કરીશું
​​​​​​​એરપોર્ટ પર બર્ડ હિટની ઘટનામાં વધારો જોવા મળ્યો છે. જે માટે AAIએ SACON સાથે એમઓયુ કર્યું છે. જે સંસ્થાની વિદ્યાર્થિની હાલ અભ્યાસ કરી રહી છે. તેણીએ અમને બર્ડ હિટ નહીં થાય તે માટે શુ કરવું? તેનો રિપોર્ટ આપશે. જે આવ્યા બાદ અમે તે મુજબ કામ કરીશું. > અમન સૈની, ડિરેક્ટર, સુરત એરપોર્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો