તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુચના:ટેક્સટાઈલ મેગા પાર્ક માટે જમીન શોધો: થેન્નારસન

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્યોગ કમિશનર અને MSME કમિશનર સાથે ચેમ્બર ઓફ કોમર્સનો ઓપન હાઉસ

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઓપન હાઉસનું આયોજન કરાયું હતું. જેમાં જીઆઈડીસીના વાઈસ ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર એમ. થેન્નારસન દ્વારા દક્ષિણ ગુજરાતમાં મેગા ટેક્સટાઈલ પાર્ક સ્થાપી શકાય એવી જગ્યાે શોધવા સુચના અપાઈ હતી. ઓપન હાઉસમાં ઉદ્યોગ કમિશનર ડો. રાહુલ ગુપ્તા અને એમએસએમઇ કમિશનર રણજીથ કુમાર ઉપસ્થિત રહ્યા હતાં. ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડિયાએ ઇન્સેન્ટીવ ટુ લાર્જ ઇન્ડસ્ટ્રીઝ માટેની સ્કીમ અંતર્ગત 50 કરોડથી 200 કરોડ સુધી રોકાણ કરનાર એકમોને નહિંવત જેવું ઇન્સેન્ટીવ મળે છે.જેથી પોલિસીમાં બદલાવની માંગ કરી હતી.

ઉદ્યોગકારોએ બેઠકમાં રજૂ કરેલી માંગણીઓ

  • 50થી 100 કરોડનું રોકાણ કરતાં ઉદ્યોગકારોને ઈન્સેન્ટીવ ટુ લાર્જ ઈન્ડસ્ટ્રીઝ સ્કિમમાં ઈન્સેન્ટીવ મળે
  • સુરત જિલ્લાની જીઆઈડીસીમાં એલોટમેન્ટ પ્રાઈસિઝમાં વધારાને પરત ખેંચવા માંગ
  • વિવિંગ ઉદ્યોગના ડેવલપમેન્ટ માટે કલ્સટ્રની ફાળવણી કરવા તથા સીઈટીપીના મેમ્બરને યુટીલાઈઝેશન ફીમાં 3 વર્ષ માટે રાહત
  • જીઆઈડીસીના 3 માસ બંધ રહેલા એકમોને નોન યુઝર્સ ચાર્જમાંથી રાહત આપવા રજૂઆત
  • ઓટો મોબાઈલ્સ સેલ્સ એન્ડ સર્વિસિસ કેન્દ્રને એમએસએમઈ એક્ટિવિટી તરીકે ગણવા માંગ.
અન્ય સમાચારો પણ છે...