સગરામપુરાના ફાઇનાન્સરે પાલિકાની મહિલા કર્મી પાસેથી 6 લાખની પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે અઠવા પોલીસમાં મહિલાએ ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ફાઇનાન્સર સામે ગુનો નોંધ્યો છે.ઉધના ખાતે સુમન આવાસમાં રહેતી અને મસ્કતિ હોસ્પિટલમાં નોકરી કરતી 39 વર્ષીય હર્ષિદા સુરેશ સોલંકી અને તેના પતિને વર્ષ 2017માં માંદગી આવી હતી.
જેના કારણે પાલિકાની મહિલા કર્મચારીએ વ્યાજે પૈસા લેવા માટે સગરામપુરા મલેકવાડીના ફાઇનાન્સર કિરણ લક્ષ્મણ બારૈયાનો સંપર્ક કર્યો હતો. ફાઇનાન્સરે 3 લાખની રકમ મહિલાને 3 ટકા વ્યાજે આપી તેની પાસેથી બેંકની પાસબુક, પાનકાર્ડ, એટીએમ અને ચેકબુક લઈ લીધી હતી. પછી મહિલાકર્મીનો જે પગાર બેંકમાં જમા થતો હતો તેમાંથી 1.80 લાખની લોનના હપ્તા કપાય જતા અને બાકીની રકમ ફાઇનાન્સર કિરણ બારૈયા ઉપાડી લેતો હતો. અત્યાર સુધીમાં 6.50 લાખ રૂપિયાની રકમ ઉપાડી લીધી છે.
છતાં ફાઇનાન્સર મહિલા કર્મચારીને તેના ડોક્યુમેન્ટો પરત કરતો નથી ઉપરથી તેની પાસેથી બીજા 6 લાખની રકમની માંગણી કરે છે. 6 લાખની પઠાણી ઉઘરાણીને લઈ ફાઇનાન્સર કિરણ બારૈયાએ મહિલાના પતિને માર મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.