• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Introduction To Finance Minister In Delhi, Textile Industrialists Of Surat Said Industry Will Be Safe Only If GST On Textiles Is Kept At 5 Percentage

GST મુદ્દે રજૂઆત:દિલ્હી ખાતે નાણામંત્રીને રજૂઆત, સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારો કહ્યું- કાપડ પર GST 5% યથાવત રાખશો તો જ ઉદ્યોગ સલામત રહેશે

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
નાણામંત્રી નિર્મલા સીતારામણને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા 5થી 7 જેટલા ઉદ્યોગપતિઓએ રજૂઆત કરી. - Divya Bhaskar
નાણામંત્રી નિર્મલા સીતારામણને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા 5થી 7 જેટલા ઉદ્યોગપતિઓએ રજૂઆત કરી.
  • નાણામંત્રીએ સુરતથી ગયેલા તમામ ઉદ્યોગકારોની વાત ખુબ જ ગંભીરતાથી સાંભળ્યા

સમગ્ર દેશમાં ખેતી બાદ સૌથી વધુ રોજગારી કોઈ ઉદ્યોગ આપતું હોય તો તે ટેક્સટાઇલ ઉદ્યોગ છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં અંદાજે પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે લાખો કામદારો જોડાયેલા છે. કેન્દ્ર સરકારના જીએસટી કાઉન્સિલ દ્વારા કપડા પર 5% ટકા જીએસટીને વધારીને 12% કરવાનો નિર્ણય લેવાયો છે. જેને લઇને કપડા ઉદ્યોગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર ઉદ્યોગકારો દ્વારા જીએસટી કાઉન્સિલ નાણામંત્રી અને સ્થાનિક સાંસદોને રજૂઆત કરવામાં આવી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારામણને જીએસટી મુદ્દે સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા 5થી 7 જેટલા ઉદ્યોગપતિઓ રજૂઆત કરવા દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારો કહ્યું હતું કે, કાપડ પર GST 5% યથાવત રાખશો તો જ ઉદ્યોગ સલામત રહેશે

જીએસટી વધારો કરે તો પ્રોસેસિંગ હાઉસો બંધ થઈ જાય તેવી ભીતિ
ટેક્સટાઇલ મિનિસ્ટર દર્શના જરદોશ સાથે નાણા મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી કે કાપડ ઉદ્યોગમાં જે જીએસટી છે તેને યથાવત રાખવામાં આવશે તો જ આ ઉદ્યોગ ચાલી શકશે. જો જીએસટી 12 ટકા કરવાનો નિર્ણય યથાવત રાખવામાં આવશે તો ઉદ્યોગ પડી ભાંગશે તે પ્રકારની સ્થિતિ છે. કોરોનાકાળ બાદ આ ઉદ્યોગમાં સ્થિતિ ખૂબ ખરાબ થઈ હતી. ઘણા પ્રોસેસિંગ હાઉસો પણ બંધ કરવાની નોબત આવી હતી. હાલ જેટલો ઉદ્યોગ ધમધમી રહ્યો છે તે પણ જો જીએસટી વધારો કરવામાં આવે તો બંધ થઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

ઉદ્યોગકારો દ્વારા જીએસટી કાઉન્સિલ નાણામંત્રી અને સ્થાનિક સાંસદોને રજૂઆત કરવામાં આવી રહી છે.
ઉદ્યોગકારો દ્વારા જીએસટી કાઉન્સિલ નાણામંત્રી અને સ્થાનિક સાંસદોને રજૂઆત કરવામાં આવી રહી છે.

નાણામંત્રીએ હૈયા ધરપત આપી
ફેડરેશન ઓફ ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું કે આજે સુરતના સાંસદ દર્શના જરદોશ સાથે મળીને દિલ્હી ખાતે નાણામંત્રી નિર્મલા સીતારામણને રજૂઆત કરી હતી કે જીએસટીમાં જે પ્રકારનો ફેરફાર કરવામાં આવી રહ્યો છે તેને ફેર વિચારણા કરીને રદ કરવામાં આવે. જેથી કરીને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ અને મુશ્કેલી ઊભી ન થાય. નાણામંત્રીએ સુરતથી ગયેલા તમામ ઉદ્યોગકારોની વાત ખુબ જ ગંભીરતાથી સાંભળ્યા બાદ તેમણે પોતાનો હકારાત્મક અભિગમ આ બાબતે હશે તે પ્રકારની હૈયા ધરપત આપી છે.