સરકારે પબ્લિક ફંડ મેનેજમેન્ટ સિસ્ટમ (PFMS) દ્વારા 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી કોન્ટ્રાકટરોને સીધું પેમેન્ટ કરવાનો નિર્ણય કર્યો છે. પાલિકા અત્યાર સુધી પોતાના ખર્ચા અને પ્રોજેક્ટના પેમેન્ટ પોતાના ફંડમાંથી કરતી આવી છે, પરંતુ મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડે એક પરિપત્ર જારી કરી આ જૂની પ્રથા મુજબ ખર્ચ કરવા પર રોક લગાવી દીધી છે. ગ્રાન્ટનો ઉપયોગ ગાઇડ લાઇન પ્રમાણે જ કરવો અને 1 એપ્રિલ બાદથી જો જૂની પ્રથા મુજબ ખર્ચ કરાયો તો જવાબદારી સંબંધિત અધીકારીની રહેશે તેવો આદેશ પણ જારી કર્યો છે.
આ પરિપત્રને પગલે પાલિકા પાસે નાણાંકીય લિક્વિડિટીનો મોટો પ્રશ્ન ઉદ્ભવશે. આમ પણ છેલ્લા 2 વર્ષથી 575 કરોડથી વધુની ગ્રાંટ હજી પાલિકાને મળી શકી નથી ત્યારે આવા આદેશને પગલે ડ્રેનેજ, હાઇડ્રોલિક, ગાર્ડન, તાપી શુદ્ધિકરણ, પ્રધાન મંત્રી આવાસ સહિતના પ્રોજેક્ટ પર બ્રેક લાગે તેવી સ્થિતિ સર્જાશે તેવું પાલિકાના અધિકારીઓ કહી રહ્યા છે.
સરકાર 15મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી PFMSથી કોન્ટ્રાક્ટરોને સીધુ પેમેન્ટ કરશે
હજી આ મુખ્ય પ્રોજોક્ટોની બે વર્ષથી ગ્રાંટ બાકી
ફાઇનાન્સ બોર્ડનો આ છે આદેશ
ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધિક કમિશ્નર મ્યુનિ. એડમિનિસ્ટ્રેશનના પરિપત્ર મુજબ, 15મા નાણાપંચની યોજનાની ગ્રાંટનું 1 એપ્રિલ 2022થી પીએફએમએસ હેઠળ ફાળવેલી કે ફાળવવાનારી ગ્રાંટનો ઉપયોગ ફક્ત ગાઇડલાઈન મુજબ જ કરવાનો રહેશે. અગાઉની જુની પ્રથા મુજબ કોઈ પણ ખર્ચ કરી શકાશે નહીં, 1-4-22 બાદ જુની પ્રથા મુજબ જો કોઈ ખર્ચ કરાશે તો આ અંગેની જવાબદારી જે-તે કચેરી અધિકારીની રહેશે.
જૂની સિસ્ટમથી થયેલા પેમેન્ટની ગુંચ
સરકારી ગ્રાન્ટ ઘણી મોડી આવે છે તેથી જુની પ્રણાલી મુજબ પાલિકાએ પ્રોજેક્ટ પૂર્ણ થતાં પેમેન્ટ ચૂકવી દેવું પડે છે તે પ્રમાણે પેમેન્ટ કોન્ટ્રાક્ટરોને ચૂકવાઇ પણ ગયું છે, ત્યારે હવે સરકાર પબ્લિક ફંડ મેનેજમેન્ટ સીસ્ટમ દ્વારા 15મા નાણાં પંચ ની ગ્રાન્ટ માંથી કોન્ટ્રાકટરોને સીધું પેમેન્ટ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે પાલિકા જુની પ્રથા મુજબ કરેલા પેમેન્ટો અંગે ગુંચવણ માં મુકાઇ છે તેમ અધીકારીઓ જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.