તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:અંતે ટેક્સ પ્રેક્ટિસનર્સને GST ભવનમાં જવાની મંજૂરી, કોલથી જ એન્ટ્રી મળશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના કાળ દરમિયાન ડચ ગાર્ડન સ્થિત એસજીએસટી ભવનમાં સી.એ., ટેક્સ પ્રેક્ટિસનર્સ અને વેપારીઓને જવાની મંજૂર અપાઈ છે. અલબત્ત, ટેક્સ પ્રેક્ટિસનર્સ પહેલા માળે આવેલી કોમન ઓફિસ હવે ખોલી શકશે અને એસેસમેન્ટ કે અન્ય કામકાજ માટે અધિકારીને મળવું હોય તો પહેલાં ફોન પર તેમની મંજૂરી લેવાની રહેશે.જીએસટીમાં જૂના વેટ કાયદાના વર્ષ 2015થી લઇને 2017 સુધીના બે વર્ષના એસેસમેન્ટ બાકી હોવા છતાં ટેક્સ કન્સલ્ટન્ટ સહિતનાઓની એન્ટ્રી પર રોક લગાવી દેવામાં આવી હતી.

અધિકારી સુધી જવાની મંજૂર ન હોવાથી અનેક કામો ખોરંભાતા હોવાની રજૂઆત ટેક્સ બાર એસો.એ કરી હતી. બાર એસો.ના કેટલાંક સભ્યોએ 14મીએ જો.કમિશનરને મળ્યા હતા અને ભવનમાં જવાની મંજૂરી માગી હતી. ત્યારબાદ ટેક્સ કન્સલ્ટન્ટોનકોમન ઓફિસ ખોલવાની પરવાનગી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...