વર્ષ 2019માં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. મોદી અટક વાળા ચોર કેમ હોય છે. આ નિવેદન બાદ સુરતના પશ્ચિમ બેઠકના ભાજપના ધારાસભ્યએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જે કેસમાં આવતીકાલે અંતિમ સુનાવણી છે.
રાહુલ ગાંધી સામે માનહાની કેસ
રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર શાબ્દિક પ્રહારો કરવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન તેમણે નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર ટિપ્પણી કરી હતી કે, મોદી સરનેમ વાળા બધા ચોર હોય છે. ત્યારબાદ તેમણે નીરવ મોદી લલિત મોદીનું નામ લીધું હતું. મોદી અટકને લઈને તેમને જે શબ્દનો પ્રયોગ કર્યો હતો. તેને લઈને મોદી સમાજની લાગણી દુભાય હોવાનું કહીને ધારાસભ્ય માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કર્યો હતો. જે કેસમાં આવતીકાલે અંતિમ હિયરિંગ કરવામાં આવનાર છે.
માનહાનિ કેસમાં ચુકાદાની તારીખ અપાશે
સુરત સેશન કોર્ટમાં આવતીકાલે રાહુલ ગાંધીના વકીલ દ્વારા અંતિમ દલીલો મૂકવામાં આવશે. માનહાનિ કેસમાં અંતિમ દલીલો પૂર્ણ થઈ ગયા બાદ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે. ચુકાદા અંગેની તારીખ આવતીકાલે જાહેર કરવામાં આવશે. ચુકાદાની તારીખે રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજરી આપવી પડશે. અગાઉ પણ માનહાનિકેસમાં સુરત કોર્ટમાં રાહુલ ગાંધી હાજરી આપી ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.