નશામાં યુવકે ડ્રામા સર્જ્યો:ઓલપાડ તાલુકાના બરબોધન ગામે સર્જાયા ફિલ્મી દ્રશ્યો, દારૂ પીને યુવકે વીજળી ટાવરની ટોચે બેસી તમાશો કર્યો

સુરત2 મહિનો પહેલા
બે કલાક તમાશો કર્યા બાદ યુવક નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
  • નશામાં ધૂત યુવકને નીચે ઉતારવા ગામલોકોએ સમજવવા છતાં ન ઉતર્યો

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં દારૂના નશામાં ધૂત યુવકે ભારે કરી હતી. દારૂના નશામાં કંઈક એવું કહ્યું કે આખું ગામ માથે લીધો હતો. દારૂના નશામાં યુવક ગામમાંથી પસાર થતા હાઇટેનશન વીજ પોલ પર ચઢ્યો યુવક ગયો હતો. આસપાસના લોકો કંઈક સમજે તે પહેલાં જોયું તો માલૂમ પડ્યું કે યુવક હાઇટેન્શન ટાવર ઉપર ચડી ગયો છે.દારૂના નશામાં ધૂત યુવકે ટાવર પર ચઢી ગામ ગજવ્યું હતું. ગામલોકોએ નશામાં ટાવર પર ચડેલા યુવકને નીચે ઉતારવા ખુબ કોશિશ કરી પણ પરંતુ યુવક કોઈની વાત માનવા તૈયાર ન હતો.કરંટ લાગ્યા બાદ નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

ટાવરની ટોચે બેઠો
ટાવર ઉપર ચડેલા યુવકને જોતાં એવું લાગ્યું કે, માનસિક રીતે અસ્થિર હશે પરંતુ ગામનો યુવાન હોવાથી બધા તેને ઓળખતા હતા. અને સમજી ગયા હતા કે, હંમેશા દારૂના નશામાં ફરતો હોવાથી હાલ પણ તે નશામાં ઉપર ચડી ગયો છે. આશ્ચર્યજનક બાબત એ હતી કે, તેની કોઈ માંગણી ન હતી. પરંતુ દારૂના નશામાં ટાવર પર ઉપર બેસી રહ્યો હતો.

યુવક વીજ ટાવરની ટોચે બેસીને ગામ લોકોના કહેવા છતાં નીચે ઉતર્યો નહોતો.
યુવક વીજ ટાવરની ટોચે બેસીને ગામ લોકોના કહેવા છતાં નીચે ઉતર્યો નહોતો.

બે કલાકે કરંટ લાગતા નીચે પટકાયો
ગામ લોકોએ બૂમો પાડીને યુવકને નીચે ઉતરી જવા માટે સતત આજીજી કરી હતી.બે કલાકના તમાશા બાદ વીજ કરંટ લાગતા યુવક નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓ થતા યુવકને નવી સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. વીજ કરન્ટ અને ઉંચાઈ પરથી પટકાતા યુવકને ગંભીર ઇજાઓ થઈ હતી. યુવકના વર્તનથી આખું ગામ આશ્ચર્યમાં મુકાઇ ગયું હતું. યુવક ટાવર પરથી પડી જશે એવો ડર ગામલોકોને સતાવતો હતો એના કારણે તેને વધુ જબરજસ્તી કરીને નીચે ઉતારવાનો પ્રયાસ કોઈએ કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...