2ની ધરપકડ:વિદેશમાં નોકરી આપવાના બહાને લાખોની રકમ પડાવનારા 3 એજન્ટો સામે વધુ એક ગુનો દાખલ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2ની ધરપકડ,1 ફરાર, લેભાગુ એજન્ટે હાથમાં લોકઅપની જાળી મારતા ઈજા

વિદેશમાં નોકરી આપવાના સપના બતાવી યુવકો પાસેથી લાખોની રકમ પડાવી લેનાર લેભાગુ એજન્ટો સામે વધુ એક ગુનો ઉમરા પોલીસે દાખલ કર્યો હતો. જેમાં પોલીસે 2 એજન્ટોની ધરપકડ કરી જ્યારે 1 હજી ફરાર છે. ઉપરાછાપરી ગુનાઓ દાખલ થવાને કારણે લેભાગુ એજન્ટ રાજેન્દ્ર તરસરીયાએ પોતાના હાથમાં લોકઅપની જાળી મારી દેતા ઈજા થઈ હતી.

આથી પોલીસે તેની સારવાર કરાવી હતી.વધુમાં પોલીસે જણાવ્યું કે, લોકઅપમાંથી લેભાગુ એજન્ટ રાજેન્દ્ર તરસરીયાએ બહાર કાઢતા તેણે પોતાના જ હાથમાં લોકઅપની જાળી મારી દીધી હતી. જેના કારણે લેભાગુ એજન્ટને ઈજા થતા પોલીસે સારવાર કરાવી હતી. ત્રણેય લેભાગુ એજન્ટોએ યુવકોને વિદેશમાં નોકરી આપવાના સપના બતાવી યુવકો પાસેથી લાખોની રકમ પડાવી હતી.

અત્યાર સુધીમાં ચીટર ટોળકીએ 25થી વધુ યુવકો પાસેથી લાખોની રકમ પડાવી હોવાની વાત સામે આવી રહી છે. આ ટોળકીના રાજેન્દ્ર રવજી તરસરીયા(રહે,સર્જન પેલેસ,સીંગણપોર) અને હેમલ હિપેશ પાંડવ(રહે,માધવાનંદ સોસા,કતારગામ)ની વધુ એક ગુનામાં ધરપકડ કરી છે. ત્રણેય યુવકોને વિદેશમાં નોકરી આપવાના નામે ત્રિપુટી ટોળકીએ 2.38 લાખની રકમ પડાવી હતી. આ ગુનામાં હજુ ધાર્મિક સુરેશ માધવાણી(રહે,નંદીગ્રામ સોસા,કતારગામ) ફરાર છે.

અન્ય સમાચારો પણ છે...