તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજસીટોક:સજ્જુ કોઠારી સહિત 8 સામે ગુનો દાખલ; 5 ની રાતોરાત ધરપકડ, 3 વોન્ડેટ જાહેર

સુરત17 દિવસ પહેલા
 • કૉપી લિંક
સજ્જુ કોઠારીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
સજ્જુ કોઠારીની ફાઇલ તસવીર.

ગુજસીટોક કાયદા હેઠળ વધુ એક ગુનો નાનપુરાના માથાભારે સજજુ કોઠારી સહિત 8ની સામે અઠવાલાઇન્સ પોલીસમાં દાખલ થયો છે. સજજુ કોઠારીની ગેંગના તેના ભાઈ મોહંમદ યુનુસ કોઠારી, જાવીદ ગુલામ મલેક, મોહંમદ આરીફ શેખ, આરીફ શેખ અને મોહંમદ કાસીમ અલીને પોલીસ મોડીરાતે ઊંચકી લાવી હતી.

પાંચેયનો કોરોનાનો રિપોર્ટ આવ્યા પછી ધરપકડની કાર્યવાહી કરાશે. જ્યારે માથાભારે સજજુ કોઠારી ઘરે મળી આવ્યો ન હતો. હાલમાં સજજુ સહિત 3 ફરાર છે. માથાભારે સજજુ કોઠારી સામે 6, તેના ભાઈ મોહંમદ યુનુસ કોઠારી સામે 2, સમીર શેખ-3, મોહંમદ કાસીમ-2, જાવીદ ગુલામ-2, આરીફ શેખ-3, મોહંમદ આરીફ-2, હસનૈન કોકાવાલા-2 ગંભીર ગુના નોંધાયેલા છે. સજજુ કોઠારી સામે 15 ગુના નોંધાયેલા છે અને પાસા-તડીપાર સહિતની પણ અગાઉ કાર્યવાહી થઈ હતી. વર્ષ 2018માં સજજુ કોઠારીએ અઠવા પોલીસના બે પોલીસને પર માર માર્યો હતો.

મોહંમદ યુનુસ ગુલામ મોહંમદ કોઠારીની ફાઇલ તસવીર.
મોહંમદ યુનુસ ગુલામ મોહંમદ કોઠારીની ફાઇલ તસવીર.

સજ્જુના સાગરિતો

 • સાજીદ ઉર્ફે સજજુ ગુલામ મોહંમદ કોઠારી
 • મોહંમદ યુનુસ ગુલામ મોહંમદ કોઠારી(બંને રહે,શાલીમાર કોમ્પલેક્ષ,નાનપુરા)
 • સમીર સલીમ શેખ(રહે,માનદરવાજા)
 • જાવીદ ગુલામ હુસૈન ઇબ્રાહીમ મલેક(રહે,નાનપુરા)
 • મોહંમદ આરીફ ઉર્ફે આરીફ પોપટ મોહંમદ શેખ(રહે,નાનપુરા)
 • આરીફ અબ્દુલ રહેમાન શેખ(રહે,નાનપુરા)
 • મોહંમદ કાસીમ મોહંમદ અલી(રહે,નાનપુરા)
 • હસનૈન તાહીર કોકાવાલા(રહે. નાનપુરા)

અઠવા પોલીસની બહાર બંદોબસ્ત ગોઠવાયો
સજજુ કોઠારીના 5 સાગરિતોને ઊંચકી લાવતા લોકોના ટોળા પોલીસ સ્ટેશને જમા થયા હતા. જેના કારણે અઠવા પોલીસની બહાર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભૂતકાળમાં માથાભારે સજજુ કોઠારીને પોલીસ પકડી લાવી હતી ત્યારે પણ મહિલાઓના ટોળા પોલીસ સ્ટેશનની બહાર જમા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો